એક શિક્ષક એસા ભી....Surendranagarની આ શાળામાં ભણાવતા શિક્ષક દંપત્તીની બદલી થતાં સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-05 13:14:44

આચાર્ય ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હેં. બાળકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું છે તેટલું જ મહત્વ બાળકના જીવનમાં શિક્ષકનું રહેલું છે. અનેક એવા શિક્ષકોના વીડિયો સામે આવતા હોય છે જેમાં નશાની હાલતમાં ટીચર વિદ્યાર્થીઓને ભણાવવા શાળાએ પહોંચે છે. તો બીજા એવા પણ વીડિયો સામે આવતા હોય છે જેમાં જો કોઈ શિક્ષકની બદલી થાય તો ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ આખું ગામ રડતી આંખે વિદાય આપે છે. થોડા સમય પહેલા પણ આવો વીડિયો સામે આવ્યો હતો જે કચ્છના અંતરિયાળ વિસ્તારનો હતો ત્યારે હવે કરૂણ કરી દે તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે. શિક્ષકોની વિદાય વખતે વિદ્યાર્થીઓ ભાવુક થઈ જતા હોય તેવા દ્રશ્યો અવાર નવાર સામે આવી રહ્યા છે. જો અમે તમને નેગેટિવ સમાચારો બતાવીએ છીએ તો પોઝિટિવ સમાચાર બતાવવાની જવાબદારી પણ અમારી છે.     


શિક્ષકોનું ઋણ ચૂકવવા માટે કરાયું વિદાય સમારંભનું આયોજન 

શિક્ષકોની જ્યારે બદલી થાય છે અથવા તો રિટાયર્ડ થાય છે તો સૌથી વધુ દુખ વિદ્યાર્થીઓને થતું હોય છે. બાળકના ઘડતરમાં જેટલી મહત્વની ભૂમિકા માતા પિતાની હોય છે તેટલી જ મહત્વની ભૂમિકા શિક્ષકની પણ હોય છે. આજે વાત કરવી છે સુરેન્દ્રનગરમાં સરોડી ગામની. આ ગામમાં એક નાની એવી પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળામાં એક શિક્ષક દંપતિ બાળકોને ભણાવતા હતા. આ દંપતી એવું હતું કે તે ગુરુની પરિષાભામાં ફિટ થાય તેવી રીતે બાળકોને ભણાવતું હતું અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતું હતું. બધું બરોબર ચાલી રહ્યું હતું પણ શિક્ષક દંપત્તીની સુરેન્દ્રનગરમાંથી અમદાવાદમાં બદલી થઈ. શિક્ષકો જવાના હતા એટલે તેમનું ઋણ ચૂકવવા શાળાએ અને ગ્રામજનોએ તેમની વિદાયનો કાર્યક્રમ રાખ્યો કે હરખભેર શિક્ષકોને વિદાય આપીએ. જ્યારે વિદાય આપવામાં આવી તો શિક્ષકો અને બાળકો ચોધાર આંસુએ રડી પડ્યા. 


શાળાના પ્રાંગણમાં લગાવાયા 2 હજાર વૃક્ષો 

શિક્ષક દંપતીની વાત કરીએ તો કેતનભાઈ ગદાણી અને દીપ્તિબેન ગદાણી 2004થી સરોડીની શાળામાં ભણાવતા હતા. શિક્ષકોએ ભણાવાની સાથે ગામમાં સમાજ સુધારણા સહિત પર્યાવરણ સુધારણાના પણ કામ કર્યા. જેમ કે તેમના જ પ્રયાસોથી પ્રાથમિક શાળાની 8 વિઘામાં 2 હજાર જેટલા વૃક્ષો વાવી દીધા. તમને વિશ્વાસ નહીં આવે પણ માત્ર વૃક્ષો વધવાથી અને શિક્ષણ દંપતીની સુશિક્ષાના કારણે શાળામાં બાળકોનું આવવાનું વધી ગયું. આ સિવાય બાળકોનું ભણવામાં તો મન પરોવ્યું પણ તેની સાથે રમતગમત, અન્ય ઈત્તર પ્રવૃતિઓમાં પણ કામ કરવા ધ્યાન અપાવ્યું. 


વિદાય સમારંભમાં સર્જાયા ભાવુક દ્રશ્યો 

જ્યારે તેમનો વિદાય સમારંભ યોજાયો ત્યારે ગામભરના લોકો પહોંચ્યા હતા અને આખો માહોલ એકદમ કરુણ થઈ ગયો હતો, કચ્છના બન્ની વિસ્તારના મીસરીયાડો ગામમાં પણ શિક્ષકની આવી વિદાયનો હમણા વીડિયો વાયરલ થયો હતો. પ્રહલાદ સુથારની સારી શિક્ષાના કારણે તેમના વિદાય દિવસે આખું ગામ ચોધાર આંસુએ રડ્યું હતું. 


એવા પણ શિક્ષકો છે જે વિદ્યાર્થીઓમાં કરે છે સારા સંસ્કારોનું સિંચન 

એમ પણ કહેવાય છે ને દરેક વસ્તુના બે પાસા હોય છે. એક પાસામાં ખરાબ, નકારાત્મક વસ્તુઓ હોઈ શકે છે તો બીજા પાસામાં સકારાત્મક, પોઝિટિવ વાતો પણ હોઈ શકે છે. જો શિક્ષક દારૂ પીને શાળાએ આવે છે તેની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ તો આ વાતની પણ ચર્ચા કરવી જોઈએ કે શિક્ષણ ક્ષેત્રે આવા શિક્ષકો પણ છે જે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરે છે. 




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે