કર્મચારી સંગઠનોએ સરકાર સામે રણશિંગુ ફૂક્યું, શું ચૂંટણી જીતવાની સરકારની આશા પર પાણી ફેરવી નાખશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 11:50:59

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ સરકારી કર્મચારીઓ જ સરકાર માટે માથાના દુખાવા સમાન બન્યા છે. કર્મચારી સંગઠનોએ તેમની વિવિધ માગોને લઈ સરકાર સામે બાયો ચઢાવી છે. આ યુનિયનો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આ સંગઠનો આગામી ચૂંટણીમાં જો સરકાર સામે પડશે તો ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે. સરકાર પણ આ સત્ય સારી રીતે જાણે છે, કર્મચારી યુનિયનોની તાકાત તોડી તેમની એકતાની શક્તી ક્ષીણ કરવા સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.


રાજ્ય સરકાર સામે વધી રહ્યા છે આંદોલનો


કર્મચારી સંગઠનોની વિવિધ  માગણીઓ લાબાં સમયથી પુરી ન થઈ હોવાથી સરકાર સામે ઉગ્ર અસંતોષ છે. આ કારણે જ સમગ્ર રાજ્યમાં આંદોલનો વધી રહ્યા છે. ગુજરાત મજદૂર સંઘ સંલગ્ન ખેડા જિલ્લા મજદૂર સંઘ સાથે સંકળાયેલ જિલ્લાની સરકારી અર્ધ સરકારી સંસ્થાના યુનીયનો એકત્ર થઈ જિલ્લા કલેકટરને પોતાની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યુ હતું. સાથે જ માંગણીઓનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો, આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય સરકારની નીતિ વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.


ચૂંટણીમાં રાજ્ય સરકાર સામે કરશે પ્રચાર


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે. સરકાર ચૂંટણી જીતવા મક્કમ છે અને તમામ સરકારી મશીનરી કામે લગાવી રહી છે. જો  કે સરકાર સામે સરકારી તથા અર્ધસરકારી સંસ્થાના યુનિયનો લાંબા સમયથી ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ સરકારીકર્મીઓ આંદોલનો, ધરણા અને પ્રદર્શનો કરી સરકારને ઘેરી રહ્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં ગુજરાત મજદૂર સંઘ સલગ્ન ખેડા જિલ્લા મજદૂર સંઘ સાથે સંકળાયેલ જિલ્લાની સરકારી અર્ધ સરકારી સંસ્થાના યુનિયનો જેવા કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંઘ, જિલ્લા વિદ્યુત મજદૂર સંઘ, એસટી ડિવિઝન મજદૂર સંઘ, આંગણવાડી ફેસીલેટર મહિલા મજદૂર સંઘ, રેલવે મજદૂર સંઘ સહિતના યુનિયનોના કાર્યકરો  મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. મોટી સંખ્યામાં કર્મચારીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા ત્યારે કલેક્ટર કચેરીના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ તમામ કર્મચારી યુનિયનની માંગણી છે કે તેમની તમામ પડતર માંગણીઓ સત્વરે પૂરી કરવામાં આવે. કર્મચારીઓએ સરકારને ચિમકી આપતા કહ્યું કે જો માંગણી પૂરી નહી થાય  તો આગામી ચૂંટણીમાં સરકારની નીતિ વિરૂધ્ધ પ્રચાર કરીશુ.


કર્મચારી સંગઠનો લડી લેવાના મૂડમાં


ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા  9 માર્ચ 2022 ના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ધરણા યોજવામાં આવ્યા હતા. મજદૂર સંઘના પ્રતિનિધિ મંડળે  વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની માંગણીઓ આવેદનપત્ર સોંપ્યું હતું. સરકારે પણ  વાટાઘાટો દ્વારા કર્મચારીઓનો અસંતોષ ઠારવા માટે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને જવાબદારી સોંપી હતી. સરકારના મંત્રીઓની કર્મચારી યુનિયનો સાથે બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અને મહાસંઘો તથા વિવિધ યુનીયનો દ્વારા અલગ અલગ પોતાની માગણીઓ રજૂ કરાઈ હતી. ત્યારબાદ કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. પડતર માંગણીને લઈને આ તમામ યુનિયનના કર્મચારીઓ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં તમામ યુનિયનના કર્મચારીઓ રેલી સ્વરૂપે સરકાર પાસે પોતાની પડતર માંગોને લઈને સૂત્રોચાર કરી રહ્યા હતા. હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે તમામ યુનિયન પોતાની પડતર માંગણીઓનો સત્વરે નિકાલ આવે તે માટે સરકારને ઘેરી રહ્યા છે, ચૂંટણી ટાણે જ ઉગ્ર બનેલા કર્મચારી સંગઠનોને કાબુમાં લેવા સરકાર હવે શું રણનીતિ અપનાવે છે તે જોવું રહ્યું.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.