આસામમાં હવે ઉગ્રવાદનો અંત! ઉલ્ફા અને કેન્દ્ર સરકાર વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પર થયા હસ્તાક્ષર


  • Published By :
  • Published Date : 2023-12-29 20:21:24

ભારત સરકાર, આસામ સરકાર અને યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) વચ્ચે દિલ્હીમાં ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર સાથે,જ ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સૌથી મોટા વિદ્રોહી જૂથોમાંના એક, ULFAના જૂથ સાથે ચાલી રહેલી લાંબી લડાઈ હવે સમાપ્ત થઈ ગઈ છે. જો કે, પરેશ બરુઆની આગેવાની હેઠળનું જુથ ULFA (સ્વતંત્ર) હજુ પણ વાતચીતની વિરુદ્ધ છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર ઉલ્ફાની તમામ કાયદેસરની માંગણીઓ સમયમર્યાદામાં પૂરી કરશે અને ઉલ્ફા સંગઠનનું વિસર્જન કરવામાં આવશે. આસામના સૌથી જૂના બળવાખોર જૂથ સાથેના શાંતિ કરારનો હેતુ ગેરકાયદેસર ઘૂસણખોરી, સ્થાનિક લોકો માટે જમીન અધિકારો અને આસામના વિકાસ માટે નાણાકીય પેકેજ જેવા મુદ્દાઓને ઉકેલવાનો છે.


અમિત શાહે શું કહ્યું?


ઉલ્ફા અને ભારત સરકાર વચ્ચેની સમજૂતી બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આસામ અને સમગ્ર નોર્થ-ઈસ્ટ લાંબા સમયથી હિંસા સહન કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત ઉત્તર-પૂર્વ ભારતના વિઝન સાથે કામ કરી રહ્યું છે. ભારત સરકાર, આસામ સરકાર અને ઉલ્ફા વચ્ચે થયેલી સમજૂતી થઈ છે, અમે આસામના તમામ સશસ્ત્ર જૂથોને અહીં ખતમ કરવામાં સફળ રહ્યા છીએ. આસામ અને પૂર્વોત્તર રાજ્યોની શાંતિ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે ઉલ્ફા નેતૃત્વને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમણે શાંતિ પ્રક્રિયાને સફળ બનાવવા માટે કેન્દ્ર પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેનું સન્માન કરવામાં આવશે.


ULFA શું છે?


ULFA એટલે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ એ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં કાર્યરત એક મુખ્ય આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠન છે. તેની રચના 1979માં પરેશ બરુઆ, અરબિન્દા રાજખોવા અને અનૂપ ચેટિયા જેવા યુવા નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્ફાનો હેતુ આસામને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય બનાવવાનો છે. શરૂઆતમાં, ઉલ્ફાને ગરીબો અને નિરાધારોને મદદ કરનાર જૂથ તરીકે જોવામાં આવતું હતું. પરંતુ ટૂંક સમયમાં તેમની પદ્ધતિઓ બદલાઈ ગઈ અને તેઓએ ભારત સરકાર સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો. ઉલ્ફાને આતંકવાદી સંગઠન જાહેર કરવાનું મુખ્ય કારણ ચાના બગીચાના માલિક સુરેન્દ્ર પૉલની હત્યા હતી. તેઓ સ્વરાજ પૉલના ભાઈ હતા, આ હત્યા બાદ ઉલ્ફાએ ચાના બગીચાના અન્ય માલિકોને ડરાવી-ધમકાવીને  પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર પર દબાણ બનાવ્યું, જેના કારણે ઉલ્ફા સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ભારત સરકારે ઉલ્ફાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે