તરણેતરનાં મેળામાં મન મુકીને ઝૂમતાં માનવીઓની મેહફીલ માણો Jamawat પર, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-19 17:12:32

મેળો... આ શબ્દ સાંભળતા તમારા મનમાં ચકડોળ, ઝગમગ થતી લાઈટ, જાતભાતની વસ્તુઓની ખરીદી, મોજ મસ્તી, કાનને ગમતો ઘોંઘાટ, આંખને ગમે એવી રંગબેરંગી ભીડ જેવા દ્રશ્યો તમારી સામે આવતા હશે, પણ આ બધા ઉપરાંત દરેક મેળાની એક વિશેષતા હોય છે જે તેમને વિશેષ બનાવે છે. ત્યારે ગઈકાલથી તરણેતરના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. 

Surendranagar Tarnetar And Janmashtami Melas Cancel Due To Covid-19 Effect  | રાજકોટ પછી સૌરાષ્ટ્રના કયા કયા લોકમેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ? જાણો  વિગત

Taranetar no melo Tarnetar History - Sadhana Weekly - Gujarati Magazine

જેમણે મેળાને આંખોથી જોયો હશે તેમના માટે લાગણી અલગ હશે

જે જગ્યા પર મેળો ભરાતો હશે ત્યાં જઈને મેળાની વિશેષતા કોઈને પૂછશો તો શહેરોના લોકો અલગ અલગ રાઇડ્સને તેની વિશેષતા ગણાવશે, કોઈ GPSC-UPSCની તૈયારી કરતા ઉમેદવારને આ સવાલ પૂછશો તો એ જણાવશે તેની તિથિઓ તેના વિસ્તારો, પણ આપણા ભાતીગળ મેળાઓમાં જેમણે હાજરી આપી છે, પોતાની આંખોથી એ મેળાની વિશેષતા જોઈ છે તેમના માટે મેળાનો આનંદ અલગ હોય છે. દૂર ગામેગામ ચાલીને થાક્યા વગર લોકો  મેળો જોવા પહોંચ્યા છે. 


500થી વધારે મેળા શ્રાવણ માસમાં યોજાય છે 

ગુજરાતમાં લગભગ દર વર્ષે નાના - મોટા 1600 ઉપરાંત મેળાઓ યોજાય છે. આમાંથી 500 થી વધુ મેળાઓ શ્રાવણ માસમાં યોજાય છે. દરેક મેળાની પાછળ તેના અલગ અલગ ભૌગોલિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કારણો રહેલા હોય છે, સુરેન્દ્રનગર-ઝાલાવાડના પાંચાળ પ્રદેશ અને હાલ જેમાં થાનગઢ છે ત્યાં ભાદરવા સુદ-3થી 6 સુધી તરણેતરનો મેળો ભરાય છે. જેમાં કંઈક કેટલાયે દૂર દૂરથી સહેલાણીઓ આવે છે- 3 દિવસ મેળામાં મન મુકી ઝૂમે છે. 

જગ વિખ્યાત તરણેતરનો મેળો રદ્ - World Famous Swimming Fair Canceled - Abtak  Media

ગુજરાતના વર્લ્ડ ફેમસ તરણેતરના મેળા ની તારીખ જાહેર, વિદેશીઓ પણ

મેળામાં મન મૂકીને લોકો ઝુમે છે 

આ મનમુકીને ઝુમવું એટલે બળદગાડા, અશ્વની દોડ, માથે મોર મુકેલી સોલ સળિયાવાળી રંગબેરંગી છત્રીઓ લઇ ફરવું. દિવસ રાત લેવાતા રાસ ગરબા, સતત સાંભળતા પાવાના સૂર, પરંપરાગત વેશભૂષામાં સજ્જ છોકરીયો, દોરડા ખેંચ, કબડ્ડીની હરીફાઇમાં જોશ બતાવતા જુવાનનો, વર્ષોનો થાક લઇ ધીમે ધીમે ફરતા ઘરડાઓ, નવા માણસો અને રમકડાં જોઈ કુતુહલથી ભરેલા બાળકો આ બધાનો સરવાળો એટલે મન મૂકીને ઝુમવું એ- આ મેળો જેટલો જૂનો એટલી જ અલગ અલગ લોક વાયકા છે.  

મારી આવો ગુજરાતના પ્રસિદ્ધ એવા તરણેતરના મેળામાં એક લટાર, સાથે જ કરો તરણેતર  મંદિરના દર્શન | Visit to Tarnetar Mela at Surendranagar and worship at  Tarnetar Temple also

આ જગ્યાઓ સાથે જોડાયેલી છે આ માન્યતાઓ 

આ જ સ્થળ છે જ્યાં પાંચાલીને અર્જુને સ્વયંવરમાં જીતી હતી, અહીં હજીયે એ જગ્યા છે જ્યાં અર્જુને મત્સ્ય વેધ કર્યો હતો, આજના જુવાનો મત્સ્યવેધ નથી કરતા પણ આ સ્વયંવરમાં પ્રિયતમની શોધ તો ચાલુ જ છે- અને આપણા મેળાઓનો એક આ પણ ઉદેશ્ય હતો કે હજારોની ભીડમાં 2 સરખા દિલ મળે, ત્રિનેશ્વર મહાદેવ મંદિર, જ્યાં આ મેળો ભરાય અને આજ મહાદેવ મંદિરનું નામ અપભ્રંશ થતા તરણેતર થયું, (આ મંદિરની)બન્ને બાજુ 3 વિશાળ કુંડ છે, શિવ કુંડ વિષ્ણુ કુંડ, બ્રહ્મ કુંડ. જ્યાં ગંગાજી પ્રગટ થાય છે તેવી માન્યતા છે.

મંદિરના શિખર પર ફરકાવાય છે 52 ગજની ધજા 

મેળામાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન કરે, શ્રાદ્ધ અર્પણ કરે છે,  અને મંદિરના ગુમ્બજે 52 ગજની ધજા ચડે છે, આ મંદિરને 10મી સદીમાં બનાવાયું હોવાની વાત છે, આ પહેલા અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવનાશ્વર નિઃસંતાન હતા જેમને ગુરુ વશિષ્ટએ યજ્ઞ કરવા કહ્યું જેના પ્રતાપે તેને મંધાતા નામે પુત્ર થયો જેણે આ મંદિર બનાવડાવ્યું તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જાણવા મળે છે, બાદ 1902માં લખતરના રાજવી કર્ણવીરસિંહે પુત્રી કરણબાના સ્મરણાર્થે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું, 


તંત્ર દ્વારા કરાય છે ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન 

અત્યારે આ મેળાને સંસ્કૃતિના ભાગ રૂપે આગળ વધારવાની જવાબદારી આપણી જ છે અને તંત્ર દ્વારા મેળામાં ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવે છે- અત્યારના મોસમમાં વરસાદ દરમિયાન પણ ઓલમ્પિકમાં ભાગ રહેલ યુવાનો અને શાળાના બાળકો વરસાદમાં ભીંજાઈ રહ્યા હતા છતાં ચાલુ વરસાદે જીતની ખુશી માણી રહ્યા હતા. લોકોને અનેક વખત કહેતા સાંભળ્યા હશે કે બાળકો રમકડાથી રમે છે અને મોટાઓ બીજાની લાગણથી રમે છે. સંબંધો અને લાગણીની વાત કરતી રચનાને સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે.

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં!

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા દિવસની શરૂઆત ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ અનેક જગ્યાઓ, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં બહુ બધો વરસાદ છે અને જ્યાં નથી ત્યાં આવતો જ નથી... હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી આપી છે.