નાણાં મંત્રાલયે નાણાકીય વર્ષ 2023 માટે 8.15 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. અગાઉ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ સરકારને આટલું વ્યાજ ચૂકવવાની ભલામણ કરી હતી. હવે, સરકાર વતી, નાણા મંત્રાલયે આનો સ્વીકાર કરીને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
હવે કર્મચારીઓને મળશે 8.15 ટકા વ્યાજ
કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે નાણાકીય વર્ષ 21-22 માટે આ દર 8.10 ટકા હતો. અગાઉ માર્ચમાં, તેની બે દિવસીય બેઠકમાં, EPFOએ તેના સબ્સક્રાઈબર્સ માટે 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. આ પછી, 2022-23 માટે EPF ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરવા માટે, તેને મંજૂરી માટે નાણાં મંત્રાલયને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેને આજે મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારની મંજૂરી મળ્યા બાદ, 2022-23 માટે EPF પર વ્યાજ દર EPFOના 5 કરોડથી વધુ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
EPFOના 5 કરોડ સબ્સ્ક્રાઇબર્સ
માર્ચ 2022 માં, EPFO એ 2021-22 માટે તેના લગભગ પાંચ કરોડ સબ્સ્ક્રાઇબર્સના EPF (કર્મચારી ભવિષ્ય નિધિ) પરના વ્યાજ દરને ચાર દાયકાથી વધુના નીચા સ્તરે એટલે કે 8.1 ટકા પર લાવ્યું હતું. આ દર 1977-78 પછી સૌથી નીચો 8 ટકા વ્યાજ દર હતો.






.jpg)








