EPFO: કરોડો કર્મચારીઓ માટે ખુશખબર, EPFOએ 2023-24 માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યું


  • Published By :
  • Published Date : 2024-02-11 11:56:39

દેશની રિટાયરમેન્ટ ફંડ ઓથોરિટી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. માર્ચ 2023માં, સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો. જ્યારે 2021-22 માટે તે 8.10 ટકા હતો.


શનિવારે CBTની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો  


માર્ચ 2022 માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 2021-22 માટે વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે છેલ્લા ચાર દાયકા કરતાં ઓછો છે. આ 1977-78 પછી સૌથી નીચો હતો.  EPFOમાં નિર્ણયો માટે જવાબદાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ શનિવારે યોજાયેલી તેની બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ માટે વર્ષ 2023-24માં EPFO ​​માં વ્યાજ દર વધારીને 8.25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. સીબીટીએ માર્ચ 2021માં EPF પર વ્યાજ દર 8.5 ટકા નક્કી કર્યો હતો.


EPFOએ લાગું કરી છે આ નવી જોગવાઈ


જાન્યુઆરીમાં, EPFOએ જન્મતારીખ માટે સ્વીકાર્ય દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કર્મચારી ભવિષ્ય નિધિએ વીસ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓમાં પગારદાર કર્મચારીઓ માટે ફરજિયાત યોગદાન લાગુ કર્યું છે. આ હેઠળ, કર્મચારીના પગારના 12 ટકા માસિક ધોરણે EPF ખાતામાં જમા થાય છે અને તેટલું જ યોગદાન એમ્પ્લોયર દ્વારા કરવામાં આવે છે. એમ્પ્લોયરના હિસ્સામાંથી 3.67 ટકા EPF ખાતામાં જમા થાય છે અને બાકીના 8.33 ટકા એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS)માં જમા થાય છે.



વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.