આતુરતાનો આવ્યો અંત.. EPFOએ 7 કરોડ EPF ધારકોના ખાતામાં જમા કરાવી વ્યાજની રકમ


  • Published By :
  • Published Date : 2023-11-11 15:02:41

દેશભરમાં લોકો દિવાળીના તહેવારની ઉજવણી માટે ઉત્સાહીત છે ત્યારે EPFOએ પણ  (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન)ને નાણાકિય વર્ષ 2022-23 માટે EPF ખાતાઓમાં વ્યાજ જમા કરવવાનું શરૂ કર્યું છે. બેંક ખાતામાં વ્યાજની રકમ જમા થતા હવે EPF ખાતાધારકની કુલ રકમ વધી જશે. આ નાણાકીય વર્ષમાં ઈપીએફઓના ખાતાધારકને જમા રકમ પર 8.15 ટકા મુજબ વ્યાજ દર મળવાનો છે. ઉલ્લેખનિય છે કે  EPFOના આ નિર્ણયથી 7 કરોડ લોકોને લાભ થશે.  


EPFOએ આપી જાણકારી


સોશિયલ મીડીયા પર અનેક યુઝર્સ દ્વારા છેલ્લા કેટલાક સમયથી EPFOને સવાલો પુછવામાં આવી રહ્યા છે. જેમાં સુબ્રત કુમાર દાસ નામના એક યુઝર દ્વારા પુછવામાં આવ્યુ હતું કે તેમના ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે? તેનો જવાબમાં આપતા EPFOએ કહ્યુ હતું કે,  હાલમાં પ્રક્રિયા પાઈપલાઈનમાં છે, અને ટુંક સમયમાં દરેક ખાતાધારકના ખાતામાં વ્યાજની રકમ જમા કરી દેવામાં આવશે. મેમ્બરોએ ધીરજ જાળવી રાખે. નાણાકીય વર્ષ 2022-23 માટે સરકારે 8.15 ટકા પ્રમાણે વ્યાજ દર નક્કી કર્યો છે. આ વ્યાજ નાણાકીય વર્ષ 2022-23 માટેની છે અને તેને તરત ચેક કરી શકશો. ઉલ્લેખનિય છે કે, સરકારે આ નાણાકીય વર્ષ 2022-23 માટે EPF પર 8.15 ટકાના દરે વ્યાજ આપવાનું નક્કી કરેલ છે. તેમણે કહ્યું હતું કે, તમે જાણવા માંગતા હોય કે પીએફ ખાતામાં ક્યા મહિને કેટલુ પીએફ જમા થયું છે? તેમા કંપનીએ કેટલું યોગદાન આપેલુ છે?, કુલ કેટલી રકમ જમા છે ? આ ઉપરાંત આવી કેટલીક બાબતોની જાણકારી માટે તમે સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો. 


કઈ રીતે જાણી શકાય PF બેલેન્સ?


PF બેલેન્સ ચેક કરવા માટે માત્ર એક SMS દ્વારા પણ જાણી શકાય છે. આ માટે EPFO એ નંબર બહાર પાડ્યો છે. તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 પર SMS મોકલવાનો રહેશે. જેવો તમે SMS કરશો કે EPFO તમને તમારા પીએફ યોગદાન અને બેલેન્સ અંગે માહિતી ઘરે બેઠા સરળતાથી મેળવી શકાય છે. તે જ પ્રકારે SMSથી પણ જાણકારી મેળવી શકાય છે, SMS મોકલવાની રીત એકદમ સરળ છે, તેના માટે તમારે 'EPFOHO UAN' લખીને  7738299899 પર મોકલવાનો રહેશે. આ સુવિધા 10 ભાષાઓમાં અંગ્રેજી, પંજાબી, હિન્દી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલિયાલમ અને બાંગ્લામાં જેવી ભાષામાં ઉપલબ્ધ છે. EPFOની વેબસાઈટ પરથી પણ બેલેન્સ ચેક કરી શકાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે