ગૌતમ સિંઘાનિયા પાસે પત્નીએ 11,620 કરોડની સંપત્તીમાં માગ્યો 75% હિસ્સો, ઉદ્યોગપતિએ રાખી આ શરત


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-20 17:22:06

દેશના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા અને  તેમની પત્ની નવાઝ મોદી હવે અલગ થઈ ગયા છે. જો કે નવાઝ મોદીએ છુટાછેડા માટે ગૌતમ સિંઘાનિયા સમક્ષ મોટી શરત રાખી છે. તેમણે સિંઘાનિયાને કુલ પ્રોપર્ટીનો 75 ટકા હિસ્સો આપવાની માગ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમણે પુત્રી નિહારિકા અને નિશા માટે આ માગ કરી છે. 


11,620 કરોડની છે પ્રોપર્ટી


મીડિયા રિપોર્ટ મુજબ ગૌતમ સિંઘાનિયાએ તેમની 11,620 કરોડ રૂપિયાની પ્રોપ્રટીમાંથી બે પુત્રી અને પત્ની માટે 75 ટકા હિસ્સો આપવા પર સંમતી દર્શાવી છે. જો કે તેમણે આ ફંડને ટ્રાન્સફર કરવા માટે એક ફેમિલી ટ્રસ્ટ બનાવવાની માગ કરી છે. સિંઘાનિયા આ ટ્રસ્ટમાં તેમની પરિવારની વેલ્થ અને એસેટ ટ્રાન્સફર કરશે. જો કે રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેમના મોત બાદ તેમના પરિવારના સભ્યોને પ્રોપર્ટીની વસીયત કરવાની મંજુરી આપવામાં આવે. પરંતું સિંઘાનિયાની આ માગ તેમની પત્ની નવાઝને મંજુર નથી. 


13 નવેમ્બરે અલગ થવાની કરી હતી જાહેરાત


58 વર્ષના ગૌતમ સિંઘાનિયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાની જાહેરાત કરી હતી. તેમણે એક ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે અમારી આ વર્ષની દિવાળી પહેલા જેવી નથી, એક કપલ તરીકે અમે 32 વર્ષ સાથે રહ્યા અને એકબીજાના મજબુત સાથી બની રહ્યા હતા. જો કે દિવાળીના દિવસે સિંઘાનિયાએ આપેલી ભવ્ય પાર્ટીમાં તેમની પત્ની કે પુત્રીઓ જોવા મળી નહોંતી.



આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કારણ કે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેની સીધી અસર ખેતી પર પડતી હોય છે.

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત મોટી ચિંતાનો વિષય બન્યા છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૂકી કચોરીના કારણે જાણીતા જૈન વિજય ફરસાણના વેપારી સુમિત પઢીયાર (24)નું હાર્ટ એટેકથી મોત થયું છે.

ચીનમાં કોરોના બાદ ફેલાઈ રહેલા ‘રહસ્યમય ન્યુમોનિયા’એ ફરી એક વખત ચિંતા વધારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.

ટાટા ટેક્નોલોજી (Tata Technologies Share) ના શેરોની ફાળવણી થઈ ગઈ છે અને આ સ્ટોક આવતીકાલે 30 નવેમ્બર, 2023ના રોજ NSE અને BSEમાં લિસ્ટ થશે. ટાટા ટેક્નોલોજીના શેરોનું આવતી કાલે ધમાકેદાર લિસ્ટિંગ થાય તેવી શક્યતા છે