વડોદરાના ઈટોલા ગામની શાળામાંથી ઝડપાયો 18.42 લાખનો દારૂ, પોલીસે 12092 બોટલો કરી જપ્ત, 3 આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-10-01 18:17:59

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો મજાક બની ગયો છે, અવારનવાર દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ સામે આવતી રહે છે. વડોદરા જિલ્લામાં એક શાળા માંથી દારૂનો મોટો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો છે. વારણામા પોલીસે ઇટોલા ગામે આવેલા આર્ય કન્યા વ્યાયમ મહાવિધાલયના બંધ ઓરડામાં રાખેલો રૂ.18.42 લાખનો વિદેશી દારૂનું જથ્થો પકડી પડ્યો હતો. આ સાથે જ પોલીસે ત્રણ આરોપીની પણ ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાની વારણામા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઈટોલા ગામમાં આવેલી આર્યકુમાર મહાસભા વડોદરા દ્વારા સંચાલિત આર્ય કન્યા વ્યાયમ મહાવિધાલયના એક બંધ ઓરડામાં મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થાનો રાખવામાં આવ્યો છે.


બાતમીના આધારે પોલીસે રેડ પાડી


ઈટોલામાં આર્યકુમાર મહાસભા વડોદરા દ્વારા સંચાલિત આર્યકન્યા વ્યાયામ મહાવિદ્યાલયના બંધ બિલ્ડિંગમાં પહેલા માળે આવેલ એક બંધ ઓરડામાં મયંક ઉર્ફે નાનકો સોમાભાઈ પટેલ રહે ઈટોલા અને ધવલ કિરીટભાઈ પટેલ રહે નીજાનંદ સોસાયટી ઇટોલા બંનેએ દારૂનો જથ્થો લાવી સંગ્રહ કર્યો છે તેવી બાતમીના આધારે પોલીસે ગઈ સાંજે વ્યાયામ મહા વિદ્યાલયમાં રેડ કરી હતી. મહાવિદ્યાલયમાં એક શખ્સ મળતા તેનું નામ પૂછતા ધર્મેશ મહેશ રબારી રહે મોટા ભીલવાળું ફળિયું ઈટોલા હોવાનું જાણવા મળ્યું હતું તેની પૂછપરછ કરતા પોતે વ્યાયામ શાળામાં નોકરી કરે છે અને શાળાની જમીનમાં ખેતી કરે છે તેમ જણાવ્યું હતું. પોલીસે તેને સાથે રાખીને વ્યાયામ શાળાના પ્રથમ માળે તપાસ કરતા શાળાના ઓરડાઓમાં તાળા મારેલા જણાયા હતા એક ઓરડીમાં નવું તાળું જણાતા પોલીસને શંકા ગઈ હતી અને તે ઓરડી ખોલવા જણાવતા ધર્મેશે બાકીના બધા રૂમોની ચાવી મારી પાસે છે આજ રૂમની નથી તેમ કહેતા પોલીસે તાળું તોડી તપાસ કરતા રૂમમાંથી 18,42,020 લાખ રૂપિયાની કિંમતની 12,092 નંગ બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે ધર્મેશની વધુ પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે મયંક પટેલ તારીખ 29 ના રોજ બપોરે અહીં આવીને દારૂનો જથ્થો ઉતારી ગયો હતો. વરણામાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપીઓ મયંક સોમાભાઈ પટેલ, ધવલ કીરીટભાઈ પટેલ તથા ધર્મેશભાઈ મહેશભાઈ રબારીની ધરપકડ કરી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે