આખરે RLDના નેતા જયંત ચૌધરી પણ NDAમાં જોડાયા, I.N.D.I.A.ગઠબંધનને મોટો ઝટકો


  • Published By : Utpal Dave
  • Published Date : 2024-02-12 18:58:54

રાષ્ટ્રીય લોકદળ (RLD)ના વડા જયંત ચૌધરી આખરે NDAમાં જોડાઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ, જયંત ચૌધરી ભારત ગઠબંધન છોડીને ભાજપની આગેવાની હેઠળના NDA સાથે જશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. હવે આ સમાચારને સમર્થન મળ્યું છે. જયંત ચૌધરી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે ઉભા જોવા મળશે. આ અંગે જયંત ચૌધરીએ કહ્યું કે મેં મારા તમામ ધારાસભ્યો સાથે વાત કરી છે. અમારે થોડા સમયમાં જ આ નિર્ણય લેવો પડ્યો કારણ કે સંજોગો એવા હતા. તેમણે કહ્યું કે અમારા તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ આ નિર્ણયમાં અમારી સાથે છે.


PM મોદીની કરી પ્રસંશા


જયંત ચૌધરીને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે હાથ મિલાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, 'શું હવે કાંઈ બાકી રહ્યું છે? આજે હું તમારા સવાલોનો ઇન્કાર કયા મોંઢો કરી શકું? મોદીના વખાણ કરતા ચૌધરીએ કહ્યું કે વડાપ્રધાનની દૂરંદેશી અને સમર્પણના કારણે એવો નિર્ણય લેવામાં આવ્યો જે અગાઉની કોઈપણ સરકાર લઈ શકી ન હતી. દેશ માટે આ એક મોટો દિવસ છે. આ મારા માટે ભાવનાત્મક અને યાદગાર ક્ષણ છે. હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે જેમણે દૂરંદેશી બતાવી અને આ નિર્ણય લીધો અને (ચૌધરી ચરણ સિંહ)ને ભારત રત્નથી સન્માનિત કર્યા.


ચરણ સિંહને ભારત રત્ન અને BJP સાથે ગઠબંધન વચ્ચે કોઈ સંબંધ નથી


જયંત ચૌધરીને જ્યારે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન અપાયો તેના કારણે ભાજપ સાથે આગામી લોકસભાની ચૂંટણી લડવા સાથે જોડવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “આપણે ચૂંટણી જીતીએ કે હારીએ, હું ગઠબંધનમાં જાઉં કે નહીં, તે પ્રશ્ન નથી, આજનો નિર્ણય પેઢીઓ માટે યાદગાર રહેશે. જો આ કોંગ્રેસ પાર્ટીનું નિવેદન છે તો હું તેની ટીકા કરું છું.”વિધાનસભામાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે કેટલી સરકારી શાળાઓ એક ઓરડામાં ચાલે છે વગેરે વગેરે... શિક્ષકોની ઘટ અંગેનો મુદ્દો અનેક વખત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં ઉઠાવ્યો છે. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે.

પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. બે દિવસ માટે ખેડૂતોએ કૂચને રોકી દીધી હતી ત્યારે આજે ફરીથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. પોલીસ તેમજ ખેડૂતો વચ્ચે આજે ઘર્ષણ થઈ શકે છે.

એક વીડિયો સામે આવ્યો છે સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે જેમાં રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં લઈને જવું પડે છે. અંદાજીત ત્રણ કિલોમીટર સુધી ઝોળીમાં દર્દીને લઈ જવા પડે છે અને તે બાદ એમ્બ્યુલન્સ પાસે પહોંચાય છે. બે સાંસદો હોવા છતાંય રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચાડી શક્યા! રોડ બનાવવા માટે સ્થાનિકો ઉગ્ર માગ કરી રહ્યા છે.

રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સાયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. તેમના પુત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આવતી કાલે તેમના અંતિમ સંસ્કાર થશે તેવી માહિતી સામે આવી છે.