દરેકે મંદિરમાં ચઢાવાતા શ્રીફળથી આટલી વસ્તુ શીખવી જોઈએ


  • Published By :
  • Published Date : 2022-12-03 17:40:01

આપણે જ્યારે મંદિરે જઈએ છીએ ત્યારે પ્રસાદના ભાગરૂપે શ્રીફળ આપણે અવશ્ય લઈને જતા હોઈએ છીએ. શ્રીફળને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. વૈભવ એટલે શ્રી. શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી. મંદિરમાં દેવ સમક્ષ નારિયેળ વધેરવામાં આવે છે. આપણે ત્યાં જ્યારે પણ કોઈ ધાર્મિક પસંગ થાય અથવા તો પૂજા હોય તે દરમિયાન બલિદાન આપવાની પરંપરા હોય છે. પશુઓની બલી ન આપવી પડે તે માટે વિશ્વામિત્ર ઋષિએ નારીયેળની બલીદાન આપવાનું સૂચન કર્યું. નાળિયેલનું પણ માથું હોય છે, મોઢું, ચોટલી, નાક હોય છે. જેને કારણે યજ્ઞમાં શ્રીફળ હોમાવાનું શરૂ થયું. 

coconut is considered auspicious in religious event - શુભ કાર્યમાં શ્રીફળ  ફોડવું માનવામાં આવે છે પવિત્ર – News18 Gujarati

coconut Second World War Japan History Health care બીજા વિશ્વયુદ્ધમાં કોણે  ફેંક્યા હતા નારિયેળ બોમ્બ? કઈ રીતે નામ પડ્યું શ્રીફળ? જાણો નારિયેળ વિશે  મજાની વાત

નારિયેળ એટલે કે શ્રીફળમાંથી આપણે સંદેશો લેવો જોઈએ. શ્રીફળ દરિયાકીનારે ઉગે છે. ખારા પાણીથી તેનું પોષણ થાય છે. પરંતુ સમુદ્રના પાણીની ખારાશ તેમાં આવતી નથી. શ્રીફળ આપણને તો ઠંડુ, મધુર પાણી, આપે છે. આપણે પણ શ્રીફળમાંથી એ ગુણ શીખવા જેવો છે. તમારી સાથે ગમે તેટલો કડવો અનુભવ થયો હોય પરંતુ સામે વાળી વ્યક્તિને હમેશાં મીઠા પાણીની જેમ મધુરતા આપો. ઉપરાંત શ્રીફળમાંથી બીજી શીખવા જેવી વસ્તુએ છે બહારથી ગમે તેટલા પણ કઠોર હોવ પરંતુ અંદરથી મુલાયામ રહેવું જોઈએ. સજ્જન લોકો બહારથી કઠોર હોય છે પરંતુ તેમનું દિલ અંદરથી કોમળ હોય છે. 

કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર શા માટે વધેરવામાં આવે છે જાણો તેની પાછળ  નું કારણ. - Gujarat Page

શ્રીફળની મહત્તા સમજાવવા એક આખી પૂર્ણિમા તેને સમર્પિત કરી દેવામાં આવી છે. શ્રાવણ મહિનાની પૂનમને નારિયેળી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસથી માછીમારો અને દરિયાખેડૂઓ પોતાના રોજગારની શરૂઆત કરે છે. ખુશાલી માટે દરિયાદેવને શ્રીફળ અર્પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં શ્રીફળ રાખવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. નારીયેળ દ્વીપમાંથી આવતો હોવાથી તેને નાળીયેળ કહેવામાં આવે છે. . 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે