બ્રેકિંગ ન્યુઝ: પૂર્વ IPS અધિકારી રાકેશ અસ્થાનાની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં નિમણૂક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 20:27:42

ગુજરાતના પૂર્વ IPS અધિકારી રાકેશ અસ્થાનાને મોટી જવાબદારી મળી છે, વર્ષ 1984 બેંચના ભારતીય પોલીસ સેવા (IPS)ના અધિકારી રાકેશ અસ્થાનાને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં જવાબદારી મળી છે. કેન્દ્ર સરકારે બનાવેલી 7 સભ્યોની મોનિટર ટીમમાં રાકેશ અસ્થાનાની પણ નિમણૂક કરવામાં આવી છે. રાકેશ અસ્થાનાને માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બનાવેલી 7 સભ્યોની મોનિટર ટીમ આતંકવાદ સહિતની 3-4 બાબતો પર ખાસ ધ્યાન આપશે. રાકેશ અસ્થાનાની IPS અધિકારી તરીકેની લાંબી કારકિર્દી અને આતંક વિરોધી કાર્યવાહીઓ મામલે તેમના અનુભવને જોતા ટીમમાં તેમની નિમણૂક કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

કોણ છે રાકેશ અસ્થાના?


રાકેશ અસ્થાના 1984 બેંચના પૂર્વ  IPS અધિકારી છે. સુરત કમિશનર તરીકે કાર્યભાર સંભાળતા જ તેમણે આસારામ સંત કેસમાં મહત્ત્વની તપાસ પોતાની દેખરેખ હેઠળ શરૂ કરી હતી, જેમાં આસારામ અને તેના દીકરાની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ અત્યારે BSFના DG અને NCBના વડા તરીકે પણ  તેમણે સેવા આપી હતી. રાકેશ અસ્થાનાએ અધિકારી છે, જેમની દેખરેખમાં સુશાંત સિંહ રિયા ચક્રવર્તી ડ્રગ્સ કનેક્શન કેસમાં બે FIR દાખલ થઈ હતી. આ અગાઉ રાકેશ અસ્થાના CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. એ સમયે CBI વડા આલોક વર્મા અને અસ્થાના વચ્ચે વિવાદે વ્યાપક ચર્ચા જગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશ અસ્થાના નિવૃતિના થોડા દિવસ પહેલા જ દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિમણૂક પામ્યા હતા. અસ્થાનાને PM નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના ખૂબ નજીકના માનવામાં આવે છે.

                                                                                                                        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે