વાઘોડિયાના પૂર્વ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા BJPમાં જોડાયા, CR પાટીલની હાજરીમાં સમર્થકો સાથે કેસરિયા કર્યા


  • Published By :
  • Published Date : 2024-02-21 21:36:29

વાઘોડિયા અને ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં જેની ચર્ચા લાંબા સમયથી થઈ રહી તે ઘડી આજે આવી ગઈ. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અંતે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ CR પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે તેમના 15 હજારથી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. વાઘોડિયાના સર્કસ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. હવે લોકસભાની ચૂંટણી સાથે વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.


ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શું કહ્યું?


ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બીજેપીમાં જોડાયા બાદ કહ્યું કે, હું ભાજપમાં જોડાવવાનો છું તેવી વાત આખા ગુજરાતમાં ચાલતી હતી. મારા કાર્યકરો અને આખી કોર ટીમની લાગણી હતી. આજે સી.આર.પાટીલના હસ્તે મારી ઘર વાપસી થઈ છે. જ્યાં રામ વસતા હોય તેવા ઘરમાં વાપસી કોને ન ગમે. ભાજપ બીજી પાર્ટીઓની જેમ વાયદા પાર્ટી નથી. જે પાર્ટીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ હોય તે પાર્ટીમાં ઘર વાપસી કોને ન ગમે. વાઘોડિયા વિધાનસભામાં કોઈ અન્ય પાર્ટીના બુથ જ નહીં લાગે. વાઘોડિયા વિધાનસભા અને લોકસભામાં દોઢ લાખની લીડથી વિજય મેળવીશું તેવું વચન આપું છું.


CR પાટીલે માર્યો ટોણો


ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે  કહ્યું કે, "ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે ઘર વાપસી કરી છે તે આનંદની વાત છે. જો કે આ પ્રસંગે તેમણે ટોણો મારતા કહ્યું આ લોકો જે આવ્યા છે તે બધા ધર્મેન્દ્રસિંહ સાથે આવેલ નથી મોટા ભાગના ભાજપના કાર્યકરો છે અન્ય પાર્ટીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. પોતાની પાર્ટીમાં તેમને ન્યાય નહીં મળતો હોય અથવા પાર્ટીની અવદશા નહીં જોઈ શકતા હોય એટલે ભાજપમાં આવી ગયા છે."


ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી જાહેરાત


ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયાના વિકાસ માટે ભાજપમાં જોડાવાનો દાવો કર્યો હતો. રામ મંદિર અને PM મોદીના કામથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. એક લાખ કરતા વધુ મતથી વાઘોડિયાની પેટા ચૂંટણી જીતવાનો પણ તેમણે દાવો કર્યો હતો. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય હતા. 25 જાન્યુઆરીના અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. 2022માં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને હાર આપી હતી. વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ધર્મેન્દ્રસિંહની ઓળખ છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્ષત્રિય રાજપૂત સમાજમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને પણ તેમની અન્ટ્રીથી લાભ થવાની શક્યતા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે