Lok sabha ચૂંટણી માટે આવી ગયો એક્ઝિટ પોલ, જાણો શું કહે છે ABP C Voterનો Exit Poll?કોને કેટલી મળી રહી છે સીટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-01 20:34:56

સૌ કોઈની નજર એક્ઝિટ પોલ પર હતી. લોકસભા ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલના આંકડા પરથી અંદાજો આવી જતો હોય છે કે કોને કેટલી સીટો મળવાની છે. એ.બી.પી સી વોટર એક્ઝિટ પોલ, Aaj Tak-Axis My India,News 18  તેમજ ચાણક્યના એક્ઝિટ પોલ મહદ અંશે સાચા સાબિત થતા હોય છે.. એ.બી.પી સી વોટર દ્વારા આપવામાં આવેલા આંકડાની વાત કરીએ તો 


કોને કેટલી સીટો મળવાાની સંભાવના?

20 બેઠકોની કેરળામાં એનડીએને 01થી 03 સીટ મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 17-19 સીટો મળી શકે છે. તે સિવાય આંધ્ર પ્રદેશની 25 સીટોમાંથી એનડીએને 21-25 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 0 સીટ મળી શકે છે.. 17 સીટો ધરાવતી તેલંગાણાની વાત કરીએ તો એનડીએને 07-09 સીટ મળી શકે છે... જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 7-9 બેઠકો મળી શકે છે... તે સિવાય અન્યને એક બેઠક મળી શકે છે..



તમિલનાડુની 40 સીટો માટે આપવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર ઈન્ડિયાને 37-39 બેઠકો મળવાની છે જ્યારે એનડીએને 01 સીટ જ્યારે અન્યને 01 બેઠક મળી રહી છે.. 48 સીટ ધરાવતા મહારાષ્ટ્ર રાજ્યમાં એનડીએને 22-26 સીટ જ્યારે ઈન્ડિયાને 23-25 સીટ મળી રહી છે. તે સિવાય કર્ણાટકની 28 બેઠકોની વાત કરીએ તો એનડીએને 23-25 સીટ મળી શકે છે જ્યારે 03-05 સીટ ઈન્ડિયા ગઠબંધનને મળી શકે છે.. 25 બેઠકો ધરાવતા રાજસ્થાન રાજ્યમાં એનડીએને 21-23 સીટ મળવાની છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 2-4 સીટ મળવાની છે..




ગુજરાતની 26 બેઠકોમાંથી એનડીએને 24-25 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 01 સીટ મળી શકે છે.. 29 બેઠકો ધરાવતા મધ્યપ્રદેશ રાજ્ય માટે એનડીએને 26-28 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 1-3 સીટો મળી શકે છે.. ગોવામાં એનડીએને 00-01 સીટ મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 1 સીટ મળી શકે છે. અનેક રાજ્યો માટે એક્ઝિટ પોલ આવવાના બાકી છે....            

  



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.