ગુજરાત સ્થાપના દિવસે આયોજીત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા આચાર્યો અને શિક્ષકો પાસેથી માગ્યો ખુલાસો! પત્ર થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-11 15:44:22

પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષા સ્તરની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેવા શિક્ષકોને તેેમજ આચાર્યોને સૂચના આપવામાં આવી હતી. પરંતુ અનેક શિક્ષકો અને આચાર્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ ઉજવણી દરમિયાન હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ અનેક શિક્ષકો તેમજ આચાર્યો ગેરહાજર હતા. ત્યારે આ મામલે ખુલાસો માગવામાં આવ્યો છે. કયા કારણોસર શિક્ષકો તેમજ આચાર્યો ગેરહાજર રહ્યા હતા તેનો જવાબ માગ્યો છે. 

Jamnagar: Explanation sought from 62 principals and teachers for not organizing 'Mann Ki Baat'  program Jamnagar:‘મન કી બાત’ સાંભળવાનો કાર્યક્રમ ન કરતા 62 આચાર્ય અને શિક્ષકો પાસે મંગાયો ખુલાસો

કયા કારણોસર કાર્યક્રમમાં ગેરહાજર હતા તે અંગે માગ્યો જવાબ!

જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય સ્તરની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શિક્ષકો તેમજ આચાર્યોને આદેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મીટિંગમાં સૂચના આપવામાં આવી હતી. તે સિવાય અધિકારીઓને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ એવા અનેક શિક્ષકો તેમજ આચાર્યો હતા જે ગેરહાજર રહ્યા હતા. શાળાઓ દૂર હોવાથી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પરંતુ અનેક એવા શિક્ષકો હતા જે જણાવ્યા વગર ગેરહાજર હતા. પત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારનો સરકારી કાર્યક્રમ હતો જેમાં હાજરી આપવી અનિવાર્ય હતું પરંતુ જાણ કર્યા વગર આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. ત્યારે કયા કારણોસર કાર્યક્રમમાં ગેરહાજર હતા તે જણાવવા કહેવામાં આવ્યું છે.        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે