ચેકિંગના બહાને લોકો પાસેથી પડાવ્યા પૈસા! નકલી સીબીઆઈ અધિકારી બની પોલીસ સ્ટેશન નજીક જ લોકોને બનાવ્યા શિકાર! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-15 12:28:55

સરકારી અધિકારી બનીને છેતરપિંડી કરવાનો સિલસિલો યથાવત હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ કિરણ પટેલે નકલી પીએમઓ અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારે હવે વધુ એક ઠગ અધિકારીને ઝડપી પાડ્યો છે. છેતરપીંડી કરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. નિવૃત્ત સીબીઆઈ ઓફિસરનું નામ લઈ પોલીસના ડ્રેસવાળું આઈડી કાર્ડ બનાવીને સીબીઆઈ ઓફિસર બનીને ચેકિંગના બહાને બેગમાં રહેલા પૈસા, દાગીનાને પડાવી લેતો હતો. મહત્વનું છે કે જે જગ્યાએ આ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે જગ્યાથી પોલીસ સ્ટેશન માત્ર 500-1000 મીટર જ દૂર હતું.


 

નકલી CBI અધિકારીની ઓળખ આપી લોકોને ઠગયા!

તાજેતરમાં જ મહાઠગ કિરણ પટેલનો કિસ્સો આપણી સામે આવ્યો હતો. નકલી પીએમઓ અધિકારી બની લોકોને ઠગતો હતો. જમ્મુ કાશ્મીર જઈ અનેક બેઠકો પણ કરી હતી. આ પર્દાફાશ ઘણા સમય બાદ થયો હતો પરંતુ હાલ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોકો સાથે છેતરપિંડી કરતા ઠગને પકડી પાડ્યો છે. સીબીઆઈ ઓફિસરની ઓળખાણ આપી લોકો પાસેથી પૈસા, દાગીના સહિતની કિંમતી વસ્તુ પડાવી લેતો હતો. ચેકિંગના બહાને વૃદ્ધો, મહિલાઓને તેમજ ધનિક લોકોને છેતરતો હતો. મહત્વનું છે કે જે જગ્યા પર ઉભા રહી તે લોકોને લૂંટતો હતો તે જગ્યાએથી થોડા મીટર દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે. પોલીસ ડ્રેસ પહેરી ડીસીપી હોવાની ઓળખાણ આપતા સુલતાનખાનને પકડી પાડ્યો છે. 


અનેક રાજ્યોના લોકોને આરોપીએ ઠગ્યા છે!

જે ઠગને પકડવામાં આવ્યો છે તે ઈરાની ગેંગનો લીડર છે. અને આ ગેંગે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના વિવિધ રાજ્યોના લોકોને ઠગ્યા છે. દેશના અનેક રાજ્યોના લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવ્યા બાદ ગેંગના લીડરે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને અત્યાર સુધીમાં કેટલા અને ક્યાં ગુન્હાઓ આચર્યા છે તેની માહિતી આપી છે. ત્યારે મળતી માહિતી અનુસાર પંજાબમાં 9, ઉત્તરપ્રદેશમાં 3, મધ્યપ્રદેશમાં 4, ઓરિસામાં બે, હરિયાણામાં 8, દિલ્હીમાં 2 ગુન્હાઓ આચર્યા હતા. મહત્વનું છે પોલીસ આ મામલે ગેંગના સભ્યોની ધરપકડ કરી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે