Amreliમાંથી પકડાઈ નકલી ઘી બનાવતી ફેક્ટરી, પર્દાફાશ ન થાય માટે પાણીના પ્લાન્ટની આડમાં ઉભી કરાઈ ફેક્ટરી! આ રીતે થયો પર્દાફાશ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-20 12:30:20

નકલી ખાદ્ય પદાર્થો મળવાની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. એક બાદ એક નકલી ખાદ્ય પદાર્થો બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે. થોડા સમય પહેલા નકલી ઘી બનાવતી ફેક્ટરી ડીસામાંથી ઝડપાઈ હતી ત્યારે ફરી એક વખત નકલી ઘી બનાવતી ફેક્ટરી અમરેલીથી ઝડપાઈ છે.અમૃત મિનરલ વોટર પાણીનાં પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે અમરેલીના લીલીયાના પીપળવા ગામમાં એક ફેકટરી પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે આ કૌભાંડ ઝડપાયું હતું.

  અમરેલી: રાજ્યમાં અનેક વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યુ છે. વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અચકાતા નથી. અમરેલીમાં પણ આવું જ એક કૌભાંડ સામે આવ્યુ છે. અમરેલીમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે. અમરેલી જિલ્લામાં મોડી રાતે લીલીયાના પીપળવા ગામ નજીક પાણીના પ્લાન્ટની આડમાં નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.

 નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થવાની ઘટનાની જાણ થતાની સાથે ચકચાર મચી જવા પામી હતી. આ ઘીનો જથ્થો પાણીના પ્લાન્ટની આડમાં ચાલતો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચીને ઘીના સેમ્પલ લીધા હતા. અમરેલી જિલ્લાના આ સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ કરવામા આવ્યો છે.

અનેક વખત પકડાય છે નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો 

છેલ્લા ઘણા સમયથી નકલી શબ્દ સાંભળવો સામાન્ય બની ગયું છે. કોઈ વખત નકલી અધિકારી બનીને ફરતા લોકો ઝડપાય છે તો કોઈ વખત નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડાય છે. નકલી ખાદ્ય પદાર્થો બનાવતી ફેક્ટરીઓ પકડાઈ રહી છે. થોડા સમય પહેલા ડીસામાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી ત્યારે આજે આવા જ સમાચાર અમરેલીથી સામે આવ્યા છે. થોડા પૈસાની લાલચમાં વેપારીઓ લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે સારૂ જમાવાનું ખાઈએ તો આપણે સાજા રહીએ. બિમારીઓ ઓછી થાય. વાત પણ સાચી છે પરંતુ તે જ ખાવાનું, તે જ મસાલા નકલી હોય તો? શરીરને પોષણ આપવાની જગ્યાએ શરીરને બિમાર પાડવાનું કામ કરે. 


પાણીના પ્લાન્ટમાં ધમધમતી હતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી 

નકલી ખાદ્ય પ્રદાર્થોનો જથ્થો અનેક વખત મળી આવે છે. રેડ દરમિયાન આવો જથ્થો મળી આવી છે. નકલી વસ્તુઓ બનાવીને વેચવાવાના રેકેટ પણ પર્દાફાશ થાય છે. ત્યારે અમરેલીમાં મોડી રાત્રે પીપળવા ગામ નજીક પાણીના પ્લાન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.  બતાવવા માટે તો તે પાણીનો પ્લાન્ટ હતો પરંતુ તેની આડમાં નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હતી. પોલીસની ટીમને આ અંગે બાતમી મળી હતી અને તેના આધારે ત્યાં રેડ પાડવામાં આવી. જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં ચાલી રહેલી ઘીની ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચીને ઘીના સેમ્પલ લીધા હતા. મળતી માહિતી અનુસાર નકલી ઘીનો જથ્થો, વનસ્પતિ તેલ, બેરલ મશીનરી સહિતના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ડિસામાંથી પણ આવી ફેક્ટરી મળી આવી હતી. 



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.