Gujaratમાં ફેલાઈ નકલીની માયાજાળ! નકલી બિયારણ મુદ્દે ભાજપના આ સાંસદે કૃષિમંત્રીને લખ્યો પત્ર અને કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-11-07 12:39:35

કોઈ વખત નકલી ઘી ઝડપાય છે તો કોઈ વખત નકલી ઈનોનો જથ્થો ઝડપાય છે. નકલી તેલ, નકલી મસાલા સહિતની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે તેવી માહિતી અનેક વખત સામે આવતી હોય છે. નકલીની માયાજાળ ફેલાઈ ગઈ છે. ત્યારે નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેવો ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યો! નકલી બિયારણને કારણે આપણા આરોગ્ય પર કેટલી ગંભીર અસર પડે તે આપણે વિચારી શકીએ છીએ. ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રીને આ અંગે પત્ર લખ્યો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે ખેડૂતોને નકલી બિયારણો આપવામાં આવી રહ્યા છે. રાઘવજી પટેલને નકલી બિયારણ મુદ્દે પત્ર લખ્યો છે. નકલી બિયારણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે તેમણે પત્ર લખ્યો છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે વાવાઝોડા અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લઇ થયેલા  નુકસાનની સમીક્ષા કરી

પાકના ઉત્પાદનમાં બીજની પસંદગીનું મહત્વ

નકલી બિયારણ અંગે ભાજપના સાંસદે લખ્યો કૃષિમંત્રીને પત્ર 

ખેડૂતોની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખેડૂતોની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. મુખ્યત્વે દરેક વખતે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. લાઈનમાં ઉભા રહેવું જાણે તેમનું નસીબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. તો બિયારણ માટે પણ મોટી રકમ ચૂકવવી પડે છે. બિયારણ માટે પણ વધારે પૈસા ચૂકવવા પડે છે અને તેમાં પણ અનેક વખત ખેડૂતોને નકલી બિયારણ મળતું હોય છે. નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. નકલી બિયારણને કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. ત્યારે આ નકલી બિયારણ વેચતા માફિયાઓ વિરૂદ્ધ  જલ્દી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. ભેળસેળ કરનાર લોકોને જેલ ભેગા કરવામાં આવે તેવી માગ ભાજપના સાંસદે કરી છે. 

  Gujarat gets 2 new Rajya Sabha MPs, Ram Mokria and Dinesh Prajati win  unopposed

ત્યારે આ અંગે શું કાર્યવાહી થાય છે તેની પર સૌ કોઈની નજર!

છેલ્લા ઘણા સમયથી નકલી વસ્તુઓનો જથ્થો ઝડપાય છે. નકલી હળદર, નકલી ઈનો, નકલી ઘી, નકલી મુખવાસ જેવી વસ્તુઓ પકડાઈ રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ભેળસેળ યુક્ત ખાવાનું મળતા લોકો ગંભીર બિમારીનો શિકાર બની રહ્યા છે. નકલીમાં સારી કમાણી છે તેવું માની નફાખોરી કરનાર લોકો બીજાના આરોગ્યનું પણ નથી વિચારતા. જિંદગી સાથે રમત કરતા પણ ખચકાતા નથી. લોકોના ભોજન સાથે મજાક થઈ રહી છે. ત્યારે આ મામલે કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું..! 99 ટકા કેસમાં તો કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે આ કેસમાં શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું કારણ કે ભાજપના જ સાંસદે કાર્યવાહી કરવાની માગ કરી છે...              



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.