Navsariમાંથી નકલી નોટો છાપનાર પકડાયો, નકલી નોટો પ્રિન્ટ કરી મોજશોખ પુરા કરતો!


  • Published By :
  • Published Date : 2023-12-28 17:12:46

નકલી નોટો પકડાઈ એવા સમાચારો તો આપણે ઘણા સમયથી સાંભળીયે જ છીએ પણ આ નકલીની સીઝન વચ્ચે નકલી નોટો પકડાય એ લોકો માટે ઇન્ટ્રેસ્ટિન્ગ હોય તેવું લાગે છે ઓરિજનલ ચલણી નોટ જેવી આબેહૂબ દેખાતી નકલી ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ નવસારી પોલીસે કર્યો છે. 

નકલી નોટો છાપવાનો ચાલી રહ્યો હતો કારોબાર 

હાલમાં નકલી નોટ છાપી ઝડપી રીતે પૈસાદાર થવાનો કિમીયો અજમાવવા જતા યુવાનો મોટાભાગે પોલીસના હાથે ઝડપાય છે. નવસારીમાં ભૂતકાળમાં પણ કેટલાક કેસ નોંધાયા છે ત્યારે ફરી વાર ચીખલી વિસ્તારમાંથી કલર પ્રિન્ટર પર સ્કેન કરી નકલી ચલણી નોટ વટાવે તે પહેલા જ નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક આરોપીને ઝડપી પાડયો છે. કોમ્પ્યુટર ડિઝાઇનમાં માસ્ટર માઇન્ડ ગણાતા ઈસમો લાલચમાં આવીને ચલણી નોટોની ડિઝાઇન બનાવીને પ્રિન્ટ કાઢી આ નોટો બજારમાં ફેરવવાના ફિરાગમાં હોય છે.

Navsari news: Soon, the young man started printing fake notes at home in a hurry to get rich, this is how he was exposed Navsari News: ટૂંક સમયમાં માલામાલ થવા ચીખલીમાં યુવકે ઘરે જ છાપવાનું શરૂ કર્યુ નકલી નોટો, આ રીતે થયો પર્દાફાશ


100 તેમજ 200ની નોટો મળી આવી 

ચીખલી તાલુકાના તળાવચોરા ગામે મોટા ફળિયામાં રહેતો તેજસ સુરેશભાઈ ચૌહાણ પોતાના મકાનમાં કલર પ્રિન્ટર વડે બનાવેલા જુદાજુદા દરની બનાવટી ચલણી નોટ સાથે સ્કેનર મળી આવ્યું હતું. નોટ સ્કેન કરી તેને અસલ દેખાય તે રીતે આકાર આપતો હતો. જેની પાસેથી 100 રૂપિયાની નોટો અને 200 રૂપિયાની નોટો પણ મળી છે. 


ટૂંકા માર્ગ અપનાવી પૈસા કમાવાની છે લાલચ 

રાતોરાત ઘરની તિજોરી છલકાઈ જાય એવા અરમાનો હાલ યુવાપેઢીમાં વ્યાપક જોવા મળી રહ્યા છે ત્યારે રૂપિયા કમાવવાનો ટૂંકો માર્ગ પણ સેહલાઈથી અપનાવી ને લાલચમાં ને લાલચમાં એવું કરી બેસે છે જેના કારણે જિંદગીભર પસ્તાવું પડે અને જયારે ભૂલનો એહસાસ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે...



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે