Aravalliમાં ઝડપાઈ સિંચાઈ વિભાગની નકલી કચેરી? MLA Dhavalsinh Zalaએ નકલી કચેરીનો પર્દાફાશ કર્યો! સાંભળો શું કહ્યું ધારાસભ્યએ?


  • Published By :
  • Published Date : 2024-05-23 13:16:00

નકલી.. આ શબ્દ ગુજરાતમાં દર થોડા દિવસો બાદ સંભળાય છે.. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખે આખી નકલી કચેરી પકડાય છે.. નકલી કચેરી અનેક વખત ઝડપાઈ છે ત્યારે ગુજરાતમાં વધુ એક નકલી કાંડ થયો છે..! અરવલ્લી જિલ્લાના મોડાસામાં સિંચાઈ વિભાગની કથિત નકલી ઓફિસ હોવાનું સામે આવ્યું છે.. બાયડના ધારાસભ્યને શંકા જતા તેમણે સ્થળની મુલાકાત લીધી હતી.. મોડાસામાં બાયપાસ પર તિરૂપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે... 


અનેક વખત આવતી હતી ફરિયાદો...  

ગુજરાતમાં દર થોડા દિવસે કંઈકનું કંઈક નકલી પકડાઈ રહ્યું છે.. ખાવાની ચીજ વસ્તુથી લઈને નકલી કચેરીઓ, નકલી સરકારી ઓફિસ બધું નકલી પકડાઈ રહ્યું છે.. નકલી કચેરીની વાત એટલા માટે કરવી છે કારણ કે ફરી એકવાર મોડાસાથી નકલી સિંચાઈ વિભાગની કચેરી પકડાઈ છે તેવી માહિતી સામે આવી છે.. મળતી માહિતી અનુસાર રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારીઑ જ આ કચેરી ગેરકાયદેસર ચલાવતા હતા તેવી માહિતી સામે આવી છે.. ઘણી બધી વાર કંપલેન આવતી હતી તો બાયડના MLA ધવલસિંહ ઝાલાને શંકા ગઈ.. 

શું કહ્યું ધારાસભ્યએ? 

ધારાસભ્યને શંકા ગઈ કે આમાં કંઈક તો ગડબડ છે.  આ મામલે તપાસ કરવા માટે તે ત્યાં પહોંચ્યા હતા. તો કચેરી 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા અને કૌભાંડનો પર્દાફાશ થયો.. ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે થોડા સમય પહેલા તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેમને આ નકલી કચેરી અંગેની માહિતી આપી.. જેને ધ્યાનમાં રાખી તે આ મામલે વોચ રાખી રહ્યા હતા.. કલેક્ટર તેમજ એસપીને પણ આ મામલે જાણ કરાઈ. તપાસના આદેશ પણ આપવામાં આવ્યા. આ બધા વચ્ચે ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી.. 

 

આની પહેલા પણ પકડાઈ હતી નકલી કચેરી!

મહત્વનું છે કે થોડા મહિના પહેલા જ નકલી કચેરી દાહોદથી પકડાઈ હતી.. દાહોદમાં નકલી કચેરી ઉભી કરી રૂ. 18.59 કરોડના કૌભાંડ કર્યું હતું. અત્યારે બધાને મેહનત કર્યા વગર પૈસા કમાવવા છે કોઈને ઉલ્લુ બનાવીને અને કોઈને છેતરીને.. કોઈને કાયદા અને વ્યવસ્થાનો ડર જ નથી તેવું લાગે છે.. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો!



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.