Farmer Protest : ખેડૂતો મનાવી રહ્યા છે Black Day, Punjab Governmentએ કરી આ જાહેરાત, રાકેશ ટિકૈતે કર્યું આ આહ્વાહન.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-23 13:14:10

ખેડૂત આંદોલન ઉગ્ર સ્વરૂપ લઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. 21 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાને લઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.  આ કેસમાં તપાસ કરવામાં આવશે તેવી વાત પંજાબ સરકાર દ્વારા કરવામાં આવી છે. આ બધા વચ્ચે ખેડૂતોએ આજે કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે. ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી છે કે ઘરોમાં અને ગાડિયો પર કાળા ઝંડા લગાવામાં આવે. ખેડૂતના મોત બાદ સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતનો દોર ઓછો થઈ ગયો છે. દિલ્હી ચલો આંદોલનને બે દિવસ માટે રોકી દીધો છે. એવી માહિતી સામે આવી છે કે હવે 2020-21ના ખેડૂતોના આંદોલનમાં ભાગ લેનાર સંગઠને પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

પંજાબ સરકાર દ્વારા કરવામાં આવી આ જાહેરાત 

એક તરફ યુવા ખેડૂતના મોત બાદ આંદોલન કરી રહેલા ખેડૂતોમાં રોષ છે તો આ તરફ પંજાબ સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પંજાબની આપ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે મૃત્યુ પામેલા શુભકરણના પરિવારને એક કરોડ આપવામાં આવશે. તેમજ ખેડૂતની નાની બહેનને સરકારી નોકરી પણ આપવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે પંજાબ વિધાનસભામાં પંજાબના ત્રણ ખેડૂતોને શ્રદ્ધાંજલી પણ આપવામાં આવશે. 


રાકેશ ટિકૈત દ્વારા શું આપવામાં આવી પ્રતિક્રિયા? 

દિલ્હી બોર્ડર પર 2020-21ના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર સંયુક્ત કિસાન મોરચા (SKM) પણ સક્રિય થઈ ગઈ છે. એસકેએમ દ્વારા એક બેઠક બોલાવામાં આવી હતી. જેમાં પંજાબના 37 સહિત દેશભરમાંથી 100થી વધુ ખેડૂત આગેવાનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં 23મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી બ્લેક ડે મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે સિવાય રાકેશ ટિકેટ દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે 26 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ જતા રાજમાર્ગો પર ટ્રેક્ટર કૂચ અને 14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં એક દિવસીય કાર્યક્રમની જાહેરાત કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે