Farmer Protest : દિલ્હી કૂચ પર ખેડૂતોએ બે દિવસ માટે મૂક્યો વિરામ, ગઈકાલે બનેલી ઘટનાને લઈ ખેડૂતો દ્વારા લેવાયો નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-22 12:53:14

પોતાની માગને લઈ ખેડૂતો છેલ્લા અનેક દિવસથી આંદોલન કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. દિલ્હી સુધી ખેડૂતો ના પહોંચી શકે તે માટે મોટી સંખ્યામાં સુરક્ષા બળને તૈનાત કરવામાં આવી છે. દિલ્હી તરફ જતી બોર્ડરો પર એવી વ્યવસ્થા કરવામાં આવી છે જાણે કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. બે દિવસના વિરામ બાદ ખેડૂતોએ ગઈકાલથી દિલ્હી કૂચ શરૂ કરી હતી પરંતુ કાલે બોર્ડર પર બનેલી ઘટનાને પગલે બે દિવસ માટે દિલ્હી ચલો આંદોલનને રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે શુક્રવારે આગળની રણનીતિ અંગે જાહેરાત કરવામાં આવશે.

  

ગઈકાલે ખેડૂતોએ શરૂ કર્યું હતું દિલ્હી તરફ કૂચ કરવાનું 

પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી છે. પોતાની માગ સાથે ખેડૂતો દિલ્હી તરફ આવવા નીકળી ગયા છે. સંસદનો ઘેરાવો કરવામાં માટે ખેડૂતો નિકળ્યા હતા પરંતુ તે દિલ્હી પહોંચે તે પહેલા બોર્ડરો સીલ કરવામાં આવી. બોર્ડરો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. દિલ્હીને છાવણીમાં ફેરી દેવામાં આવ્યું હતું. રવિવારે કેન્દ્ર સરકાર તેમજ ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકનું પરિણામ પોઝિટિવ આવશે એવું લાગતું હતું. શક્યતાઓ હતી કે ખેડૂતો પોતાનું આંદોલન પાછું ખેંચી લે પરંતુ તેવું થયું નહીં. ખેડૂતોએ વિચારવા માટે બે દિવસનો સમય માગ્યો હતો. દિલ્હી કૂચને બે દિવસ માટે ટાળી હતી. એવી જાહેરાત કરવામાં આવી હતી કે 21 ફેબ્રુઆરીથી ખેડૂતો ફરીથી દિલ્હી તરફ કૂચ કરશે.

અથડામણમાં એક ખેડૂતનું થયું મોત 

 ગઈકાલે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની શરૂઆત કરી હતી. ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સુરક્ષા બળ તેમજ ખેડૂતો વચ્ચે ઘર્ષણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી પરંતુ ગઈકાલે એક ખેડૂતનું મોત ગોળી વાગવાને કારણે થયું તેવો દાવો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો. પરંતુ પોલીસ દ્વારા આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે.  યુવાનું મોત થઈ જતા ખેડૂતોમાં આક્રોશની લાગણી પ્રવર્તિ રહી છે. ખેડૂતોએ બે દિવસ માટે દિલ્હી ચલો આંદોલનને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે બોર્ડર પર થયેલી અથડામણમાં અનેક ખેડૂતો તેમજ પોલીસકર્મી ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે અને તે પ્રમાણે પછી આગળ પગલા લેવામાં આવશે તેવી માહિતી ખેડૂત આગેવાન દ્વારા આપવામાં આવી છે. ગઈકાલે જે ગોળીબારીની ઘટના બની તેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે