Farmer Protest : પોતાની માગ પર ખેડૂતો અડગ! ખેડૂતોએ કર્યું ટ્રેક્ટર રેલીનું આયોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-26 11:01:44

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત નેતા અને સરકાર વચ્ચે અનેક વખત વાતો થઈ,બેઠકો થઈ પરંતુ કોઈ પરિણામ ન આવ્યું હતું. ખેડૂતોને રોકવા માટે સુરક્ષા બળને તૈનાત કરવામાં આવ્યા છે.બોર્ડર પર એવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જાણે એ બોર્ડર આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. દિલ્હી તરફ કૂચ કરવા માટે ખેડૂતો મક્કમ છે. થોડા દિવસ પહેલા ખેડૂતનું મોત થઈ ગયું હતું જેને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બધા વચ્ચે આજે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ  કાઢવાની તૈયારી કરી દીધી છે. ખેડૂતો ટ્રેક્ટરને લઈ દિલ્હીમાં પ્રવેશવાની કોશિશ કરી શકે છે.

 

Noida traffic likely to be affected today

અનેક વખત પોલીસ અને ખેડૂતો વચ્ચે થયું છે ઘર્ષણ!

દિલ્હી તરફ પંજાબ અને હરિયાણાના ખેડૂતો કૂચ કરી રહ્યા છે. પોતાની માગને લઈ ખેડૂતો આગળ વધી રહ્યા છે. પંજાબ અને હરિયાણાથી આવતા ખેડૂતોને રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. મોટા મોટા બેરિકેટ મૂકાયા, ખીલ્લાઓ મૂકાયા. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત બેઠકો થઈ પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. વિચારવા માટે ખેડૂતોએ બે દિવસ માગ્યા હતા. દિલ્હી કૂચને મોકૂફ રાખી હતી. પરંતુ થોડા સમય બાદ ખેડૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી કે દિલ્હી તરફ કૂચ ચાલુ રાખશે. તે દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું અને તે ઘર્ષણમાં એક ખેડૂતનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. ભારતીય કિસાન યુનિયન અને સંયુક્ત કિસાન મોરચાએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી હતી. રાકેશ ટિકૈત પણ આમાં સામેલ થઈ શકે છે.  


ખેડૂતોએ કર્યું છે ટ્રેક્ટર રેલીનું આયોજન!

ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે તો તેમને રોકવા માટે સુરક્ષા બળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂતો તૈયારી સાથે આવ્યા છે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આજે ખેડૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટ્રેક્ટર રેલી કાઢશે. ટ્રેક્ટર રેલીનું આયોજન આજે ખેડૂતોએ કરી દીધું છે. મહત્વનું છે કે ખેડૂત આંદોલનને લઈ ઈન્ટરનેટ સેવાઓ પર પણ અનેક જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ખેડૂતોએ એવો દાવો કર્યો હતો કે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને બંધ કરી દેવાયા. રાકેશ ટિકૈત દ્વારા પણ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.  ટ્રેક્ટર રેલીને પગલે વાહનચાલકો માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. મહત્વનું છે કે જ્યારે સામાન્ય માણસને અગવડ પડે છે આંદોલનને લઈ ત્યારે તે ખોટી વાતો ખેડૂતોને લઈ પોતાના મનમાં બેસાડી દેતા હોય છે. ખેડૂતો માટે ખરાબ વિચારો કરવા લાગે છે.   



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .