Farmer Protest: 'દિલ્હી ચલો'ની જાહેરાત બાદ પોલીસ એલર્ટ, બોર્ડરો કરાઈ સીલ, ખેડૂતો આર-પારની લડાઈ લડવાના મૂડમાં!


  • Published By :
  • Published Date : 2024-02-13 10:46:24

જગતના તાત ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. પોતાની માગ સાથે ખેડૂતો અડગ છે. 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હી તરફ કૂચ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. બોર્ડરો સીલ કરવામાં આવી છે. બેરિકેટ લગાવવામાં આવ્યા છે અને પોલીસ તૈનાત છે. સોમવારે ખેડૂત આગેવાનો વચ્ચે અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે વાતચીત થઈ પરંતુ તે નિષ્ફળ સાબિત થઈ છે. બેઠક નિષ્ફળ સાબિત થતા ખેડૂતો પોતાની કૂચને આગળ વધારી રહ્યા છે. લગભગ પાંચ કલાક સુધી આ બેઠક ચાલી હતી પરંતુ ખેડૂતો જે માગને લઈ આંદોલન કરી રહ્યા છે તેની પર વાતચીત થઈ ન હતી.

ખેડૂતોની જાહેરાત બાદ પોલીસ એલર્ટ 

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા છે. પોતાની માગ સંતોષાય તે માટે સરકારને ઘેરવાનો પ્રયાસ ખેડૂતો કરી રહ્યા છે. રસ્તાઓ પર ખેડૂતો આવી ગયા છે. પંજાબ તેમજ હરિયાણાથી ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા છે. ખેડૂતોના દિલ્હી કૂચની જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 



અનેક બોર્ડરો કરાઈ સીલ 

દિલ્હીની તમામ બોર્ડર સીલ કરવામાં આવી છે. ન માત્ર સીલ કરવામાં આવી છે પરંતુ ત્યાં મોટા મોટા બેરિકેટ મૂકી દેવાયા છે. ખિલ્લાઓ લગાવી દેવામાં આવ્યા છે. એક તરફ પોલીસ છે તો બીજી તરફ ખેડૂતો પણ તમામ તૈયારીઓ કરીને આવ્યા હોય તેવું લાગે છે. ભોજન પાણીની વ્યવસ્થા કરીને ખેડૂતો ટ્રેક્ટરો લઈને આવ્યા છે. ગાઝીપૂરા બોર્ડર હોય કે પછી સિંધુ બોર્ડર હોય, શંભુ બોર્ડર હોય કે ટિકરી બોર્ડર હોય તેને સિલ કરી દેવામાં આવી છે. ધારા 144 લાગુ કરવામાં આવી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે