Farmer Protest : ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે બેઠક, ખેડૂત નેતાએ બેઠક પહેલા નિવેદન આપતા કહ્યું અવાજ સાંભળવો પડશે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-15 09:53:45

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પોતાની માગ સાથે ખેડૂતો પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતર્યા છે. દિલ્હી સુધી ખેડૂતો ના પહોંચી શકે તે માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. બોર્ડરો પર એવી વ્યવસ્થા કરવામાં આવી છે જાણે કે એ બોર્ડર આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે ડ્રોનના માધ્યમથી ટીયર ગેસ છોડવામાં આવી રહ્યા છે. ટીયર ગેસના સેલની અસર ના થાય તે માટે ખેડૂતો પણ સજ્જ થઈને આવ્યા છે. ડ્રોનને કાબુમાં રાખવા માટે ખેડૂતોએ પતંગ ચગાવી હતી. રસ્તા પર ખેડૂતો પતંગ  ચગાવી રહ્યા હતા ઉપરાંત પાણીથી ભરેલા ટ્રેક/ટેન્કર પણ ખેડૂતો લઈને આવ્યા છે. મહત્વનું છે કે આજે ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે બેઠક યોજાવાની છે.

ખેડૂતોએ આપ્યું છે ભારત બંધનું એલાન!

દિલ્હી તરફ હજારો ખેડૂતો કૂચ કરી રહ્યા છે. પોતાની માગ સાથે ખેડૂતો ફરી એક વખત રસ્તા પર આવ્યા છે. ખેડૂતોના કૂચની જાહેરાત બાદ પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી કે ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ના શકે. બોર્ડરો સીલ કરવામાં આવી ગઈ છે. બોર્ડરો પણ મોટા મોટા ખીલ્લાઓ, બેરિકેટ વગેરે વગેરે લગાવી દેવામાં આવ્યા છે જેને કારણે ખેડૂતો દિલ્હી સુધી ના પહોંચી શકે. દિલ્હીને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. એક તરફ ખેડૂતો છે તો બીજી તરફ સુરક્ષાકર્મીઓ છે. ખેડૂતો પર ટીયર ગેસના સેલ, તેમજ રબર બુલેટથી ખેડૂતોને નિશાન બનાવવામાં આવે છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. 


આજે કેન્દ્રીય મંત્રી તેમજ ખેડૂત નેતાઓની વચ્ચે થવાની છે બેઠક!  

ખેડૂતો તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે થોડા દિવસો પહેલા અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી. અનેક કલાકો સુધી ચાલેલી બેઠકમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અનેક ખેડૂતોના ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. એક તરફ દેશના જવાન છે તો બીજી તરફ દેશના કિસાન છે જે પોતાની વાતને અડગ છે! આજે કેન્દ્રીય મંત્રી તેમજ ખેડૂતો વચ્ચે બેઠક થવાની છે. શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોનો આજે ત્રીજો દિવસ છે. એવી માહિતી સામે આવી છે કે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ ચર્ચામાં ભાગ લેશે જેમાં કૃષિમંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય તેમજ ઉદ્યોહ મંત્રી પિયુષ ગોયેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય હશે. એવી માહિતી સામે આવી છે કે સરકારે ખેડૂતોની 10 માગોને માની લીછી છે. ત્રણ માગો માટે વાત અટકી છે.


બેઠક બાદ ખેડૂતો તૈયાર કરશે પોતાની રણનીતિ 

ખેડૂતો જે બુલંદીથી પોતાનો અવાજ રજૂ કરી રહ્યા છે એ જોતા સરકાર અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ થઈ શકે છે! સરકાર પાસેથી અપેક્ષા છે કે  સંવેદનશીલતા અને સંવાદ બંને કરે. સરકાર ભલે કહી રહી હોય કે સંવાદ કરવામાં આવી રહ્યો છે પરંતુ ગ્રાઉન્ડ પર જે પરિસ્થિતિ છે તે જોતા લાગતું નથી કે જે વાતો કરવામાં આવે છે તે સાચી હોય. આજે ખેડૂતો તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે બેઠક થવાની છે તે બાદ ખેડૂતો આગળની રણનીતિ તૈયાર કરશે કે કેવી રીતે આગળ વધવું.. આવી જાણકારી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.