ખેડૂત સંગઠનોએ સરકારના પ્રસ્તાવને નકાર્યો, ખેડૂતો 21 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરશે


  • Published By :
  • Published Date : 2024-02-19 22:32:25

પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. દરમિયાન આજે સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂતોએ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે. ભારતીય કિસાન યુનિયન સિદ્ધુપુરના પ્રમુખ જગજીત સિંહ ડલ્લેવાલ (Jagjit Singh Dallewal)એ આ અંગે જાહેરાત કરી હતી.


જગજીત સિંહ ડલ્લેવાલે શું કહ્યું?


ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યું કે સરકારની દાનતમાં ખોટ છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર  23 પાક માટે MSP (ટેકાના ભાવ) માટે ફોર્મ્યુલા નક્કી કરે. સરકારના પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. ડલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તમાં કોઈ સ્પષ્ટતા નથી. સરકારે કરેલી દરખાસ્તનું વજન કરીએ તો તેમાં કશું જ દેખાતું નથી. આપણી સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનું પામ ઓઈલ (Palm Oil) ખરીદે છે, પરંતુ જો આ રકમ ખેતી માટે તેલીબિયાં માટે ફાળવવામાં આવી હોત તો ખેડૂતોને ઘણો ફાયદો થયો હોત.


21 ફેબ્રુઆરીએ ખેડૂતો કરશે દિલ્હી તરફ કૂચ  


ખેડૂત નેતા પંઢેરનું કહેવું છે કે અમે 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાના છીએ. હાલ સરકાર સાથે વધુ કોઈ બેઠક થશે નહીં. પરંતુ અમે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ. ડલ્લેવાલે કહ્યું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અથવા અમને શાંતિથી દિલ્હીમાં બેસવાની મંજુરી આપે. અમે તમામ ખેડૂત ભાઈઓને હિંસા ન કરવા અપીલ કરીએ છીએ.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .