Farmers protest: ખનૌરી બોર્ડર પર ગોળી વાગતાં ખેડૂતનું મોત, CM ભગવંત માને કહ્યું દોષિતો સામે નોંધાશે FIR


  • Published By :
  • Published Date : 2024-02-21 22:30:28

પંજાબ અને હરિયાણાના ખેડૂતો MSP અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર બુધવારે 21 વર્ષીય ખેડૂતનું મોત થયું હતું. હરિયાણા બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે બુધવારે પોલીસ સાથેની અથડામણ દરમિયાન ખેડૂતનું મોત થયું હતું. જોકે, પોલીસે આ દાવાને અફવા ગણાવીને ફગાવી દીધી છે.


ગામમાં શોકનો માહોલ


હરિયાણાના સંગરુરની ખનૌરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા 21 વર્ષીય શુભકરણ સિંહનું મોત થયું છે. આ યુવાન ભટિંડાના જિલ્લાના બાલો ગામનો વતની હતો અને તેના પિતાનું નામ ચરણજીત સિંહ છે.મૃતકના મૃતદેહને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ગોળી વાગવાથી યુવકનું મોત થયું હોવાનું કહેવાય છે. શુભકરણ બે બહેનનો એકમાત્ર ભાઈ હતો. બુધવારે તેમના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં આક્રોશ વ્યાપી ગયો હતો. ગામમાં શોકનો માહોલ છવાયો હતો.


ખેડૂત નેતાએ કરી મોતની પુષ્ટી


ખેડૂત નેતા બલદેવ સિરસાના જણાવ્યા અનુસાર, ભટિંડાના રહેવાસી 21 વર્ષીય શુભકરણ સિંહનું સંગરુર-જીંદને જોડતી ખનૌરી બોર્ડર પર મૃત્યુ થયું છે. પટિયાલાની રાજીન્દર હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ એચએસ રેખીનું કહેવું છે કે ત્રણ લોકોને ખનૌરીથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનું મૃત્યુ થયું. રેખીનું કહેવું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેના માથા પર ઈજાના નિશાન હતા જ્યારે અન્ય બે લોકોની હાલત સ્થિર છે. જોકે હરિયાણા પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓએ હજુ સુધી સરહદ પર કોઈ વિરોધ કરનારના મોતની જાણકારી મળી નથી.  


CM ભગવંત માને શું કહ્યું?


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખનૌરી બોર્ડર પર ખેડૂતોના વિરોધ દરમિયાન 21 વર્ષના ખેડૂતના મોત પર એક વીડિયો જાહેર કરીને શોક વ્યક્ત કર્યો છે. ભગવંત માને કહ્યું કે આજે ખનૌરી બોર્ડર પર એક ઘટના બની, 21 વર્ષના શુભકરણનું મોત થયું. જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મને હંસ થઈ ગયો. હું ખૂબ જ દુઃખી છું કે શુભકરણનું 21 વર્ષની વયે અવસાન થયું. તેની માતાનું અવસાન થયું હતું અને તેની દાદીએ તેને ઉછેર્યો હતો. તે બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો.


'દોષિત અધિકારીઓ સામે પગલાં લેવાશે'


મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું કે શુભકરણ આંદોલનમાં કોઈ ફોટો પડાવવા ગયો નહોતો. તે પોતાના પાકના વાજબી ભાવની માંગ કરવા માટે ત્યાં ગયો હતો. શુભકરણના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ એફઆઈઆર નોંધવામાં આવશે અને તપાસના આદેશ આપવામાં આવશે. શુભકરણના મોત માટે જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પંજાબ સરકાર શુભકરણના પરિવારને આર્થિક મદદ પણ કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે