Gujaratના અનેક જિલ્લાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતો ચિંતિત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2023-11-24 13:32:46

શિયાળાની શરૂઆત ધીમે ધીમે રાજ્યમાં થઈ રહી હતી. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીના ચમકારાનો અહેસાસ થતો હતો જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થતો હતો. બેવડી ઋતુથી તો હતી જ પરંતુ હવે તો ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ એન્ટ્રી લેશે, એટલે કે માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા એક જ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતીઓને થવાનો છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ 24 તારીખથી લઈ 28 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના અનેક ભાગોમાં આવશે વરસાદ 

એક તરફ લોકોને લાગતું હતું કે ઠંડી આવી રહી છે એટલે સ્વેટર કાઢવું પડશે અને રેઈનકોર્ટ અંદર મૂકી દેવો પડશે. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે બંન્ને સાથે રાખવા પડશે! શિયાળામાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વખતનું ચોમાસું એમ પણ અનિયમિત હતું. ચોમાસામાં પહેલા વરસાદ પડ્યો નહીં પરંતુ જ્યારે પડ્યો ત્યારે અતિશય પડ્યો કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25થી 28 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


ક્યાં અને ક્યારે થશે આફતનો વરસાદ?

25 નવેમ્બરના રોજ વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, વલસાડ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 26 નવેમ્બરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આગાહી મુજબ અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, સાબરકાંઠા, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 27 નવેમ્બરે જૂનાગઢ, નવસારી, ભાવનગર, ડાંગ, અમરેલી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતોની હાલત એમ પણ દયનિય છે ત્યારે આ આગાહીને કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. મહત્વનું છે કે હમણાં એવી સિઝન ચાલી રહી છે જે લોકોને બિમાર પાડી રહી છે. રોગચાળો વધ્યો છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે