પિતાએ દીકરીના જીવતાજીવ કરી ઉત્તરક્રિયા, જાણો ક્યાંની છે આ ઘટના અને શા માટે પિતાએ લીધો આવ્યો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-07-01 16:28:30

દીકરો કે દીકરી અવતરે તો કહેવામાં આવે છે કે દીકરો માને વ્હાલો હોય છે અને દીકરી બાપને વ્હાલી હોય છે. બાપ દીકરી પ્રત્યે વિશેષ પ્રેમ રાખી કાળજા કેરા કટકાને ઉછેરીને મોટી કરે છે. સમાજની વ્યવસ્થા સ્ત્રી વગર અધૂરી છે, સ્ત્રી વગર સર્જન અશક્ય છે. અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યારે દીકરી સમાજ બહારના છોકરા સાથે લગ્ન કરે તો તે વાતનો વિરોધ માતા પિતા દ્વારા કરવામાં આવતો હોય છે. થોડા સમય પહેલા પણ પિતા દીકરી સાથે કરગરી રહ્યા હતા. ત્યારે આજે એક પિતાએ જીવતી દીકરીની ઉત્તરક્રિયા કરી દીધી.  . 

 જેના કારણે હાલ આ વાત વાયુવેગે પ્રસરી રહી છે.


 સૌરભ ગેલોત, દાહોદ: ગરબાડા નગરમાં એકાદ માસ પહેલા બ્રાહ્મણ પરિવારની એક દીકરીએ અન્ય સમાજના એક યુવક સાથે માતા પિતાની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હતા. જે બાદ પણ માતા પિતા સહિત પરિવારજનો તેમ જ સમાજના લોકો દ્વારા આ દીકરીને ઘરે પરત લાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં દીકરી આવી ન હતી. જેથી આ પિતાએ દીકરીની જિવતે જીવત ઉત્તરક્રિયા કરીને તેની સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા છે.

બાપાએ મુંડન કરી જીવતી દીકરીની કરી ઉત્તરક્રિયા

આજે એક સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે. વાત એમ હતી કે ગરબાડામાં એક મહિના પહેલા એક દીકરીએ પોતાના સમાજ સિવાય બીજા સમાજના વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. જે દરેક પરિવાર કરે છે તેમ આ પરિવારે પણ દીકરીને ઘરે પરત લાવવા પ્રયત્નો કર્યા પણ દીકરી ઘરે પાછી ના આવતા દીકરીના સગા બાપે દીકરી જીવતી હોવા છતાં પણ અંતિમ સંસ્કાર કરી દીધા છે. બાપે મુંડન કરીને સમાજ સામે પ્રસ્થાપિત કર્યું કે દીકરી અમારા માટે મરી ગઈ છે. આ બાબતે સમાજના વ્યક્તિએ સમાજ વતિ સરકારને અપીલ કરીને પોતાની વાત મૂકી હતી. 

Thumbnail image

દીકરીને ઘરે પાછા લાવવા પિતા પગે પડયા 

તે પહેલા પણ થોડા સમય પહેલા બનાસકાંઠાના દીયોદરના રૈયા ગામમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી કે છોકરી પોતાના ભાઈના સાળા સાથે ભાગી ગઈ હતી અને લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ પરિવારે પોલીસ ફરિયાદ કરીને કહ્યું હતું કે અમારી દીકરી ગુમ છે. પોલીસે શોધખોળ કરતા દંપતી મળી હતી. પોલીસે માબાપ અને બંને નવ દંપતીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા જ્યાં સમાધાન કરવા માટે અને ઘરે આવવા માટે બાપે પોતાની આબરુ છોડી દીકરીને પગે લાગવા લાગ્યા હતા છતાં પણ દીકરી ટસની મસ નહોતી થઈ. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં લોકોએ છોકરી પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે