પાટણના હારીજમાં ખાતરનું કાળાબજાર, SOG ટીમે યુરિયા ખાતરની 562 બેગ ઝડપી, 4 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-05 11:18:09

રાજ્યમાં ખેડૂતો યુરીયા ખાતર માટે ટળવળી રહ્યા છે, ત્યારે યૂરિયા ખાતરનું કાળાબજારનું મોટું કૌંભાડ સામે આવ્યું છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ લાઈન લગાવતા જોવા મળે છે તો બીજી તરફ આ ખેડૂતોના ભાગનું યુરીયા ખાતર સગેવગે કરી દેવામાં આવી રહ્યું છે. પાટણમાં એસઓજી પોલીસ ટીમે દરોડો પાડીને કૌભાંડને ઝડપી પાડ્યુ છે. શહેરમાંથી બારોબાર વેચાણ થતી યૂરિયા ખાતરની 562 બેગ અને સાથે ચાર આરોપીઓને વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 



11,62,294નો મુદ્દામાલ જપ્ત 


આજે પાટણ જિલ્લાના હારીજમાં  SOG પોલીસ સબસીડીયુક્ત નિમકોટેડ યુરીયા ખાતરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાટણ એસઓજીએ બાતમીના આધારે હારીજમાં શ્રી સિધ્ધેશ્વરી જીનિંગ કંપનીના ગોડાઉનમાં દરોડો પાડીને આ યૂરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઔદ્યોગિક ઉપયોગ માટે આ ખાતરનું વેચાણ કરવામાં આવતું હતું. પાટણમાંથી યૂરિયા ખાતરનું બારોબાર થતું મોટું કૌંભાડ સામે આવતા  તંત્ર પણ દોડતું થઈ ગયું છે. હારીજમાં ગેરકાયદે રીતે યૂરિયા ખાતરનું વેચાણ થતું તે જગ્યાએ અચાનક SOG પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન  SOG પોલીસે 562 થેલી યૂરિયા ખાતર ઝડપી પાડ્યુ હતુ. આ સાથે SOG પોલીસની ટીમે ગેર કાયદેસર રીતે યૂરિયા ખાતરનું વેચાણ કરતાં 4 ઇસમો 1, બારોટ ચેતનભાઈ, ગોડાઉન માલિક, 2, મુંજીબુર રહેમાન ઉસ્માન, યૂરિયાનો જથ્થો વેચનાર, 3. દેસાઈ ભીખાભાઇ, 4. ઠાકોર મનુંજી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અચાનક કરવામાં આવેલા દરોડામાં 562 થેલી યૂરિયા ખાતર, આઈસર ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ 11 લાખ 62 હજાર 294 ના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે પાટણ જિલ્લામાંથી પણ ખેડૂતોનો તેમના કૃષિ પાક માટે સમયસર ખાતર ન મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે સ્થિતીમાં યુરીયા ખાતરનો આટલો મોટો જથ્થો ઝડપાતા તંત્રની પોલ ખુલી ગઈ છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે