Radhanpurના MLA લવિંગજી ઠાકોર અને પૂર્વ તાલુકા સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી, જુઓ વાયરલ થયેલો વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-21 10:06:10

ઘણા સમયથી શિસ્તમાં માનનારી ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય તેમજ કાર્યકરોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયો વાયરલ થતાં લોકોના મુખે ચર્ચા થતી હોય છે ત્યારે ફરી એક ધારાસભ્યની બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પૂર્વ તાલુકા સદસ્ય સાથે બોલાચાલી કરતા દેખાઈ રહ્યા છે. રાધનપુર ભાજપ દ્વારા આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં જમવા બેસવા બાબતે ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થતા અન્ય નેતાઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. 

સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન થઈ તૂં તૂં મેં મેં

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્યની બોલાચાલી પૂર્વ તાલુક સદસ્ય વચ્ચે થઈ હી છે. આ બોલાચાલી રાધનપુર ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં થઈ હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેમાનો માટે સર્કીટ હાઉસ ખાતે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સર્કીટ હાઉસ ખાતે ધારાસભ્ય તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત હતા. તે સમયે ધારાસભ્ય તેમજ પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થવા પામી હતી. 


સર્કીટ હાઉસ ખાતે ધારાસભ્યની થઈ બોલાચાલી 

રાધનપુર ખાતે ભાજપ દ્વારા કરાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી, જીલ્લા પંચાયત પ્રમુખ, જીલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,  પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પધારેલા મહેમાનો માટે સર્કીટ હાઉસ ખાતે જમવાનું આયોજન કર્યું હતું. ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ પૂર્વ તાલુકા સદસ્ય જયંતીજી ઠાકોર વચ્ચે સર્કીટ હાઉસ ખાતે કોઈ કારણોસર શાબ્દિક બોલાચાલી થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 


 

હોબાળો થતા ધારાસભ્ય કાર્યક્રમ છોડી જતા રહ્યા

ધારાસભ્ય લવિંગજીના કેટલાય અવનવા વીડિયો અત્યાર સુધી વાયરલ થઇ ચુક્યા છે જેમાં થોડા સમય પહેલા જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં લોકોએ પાણી મુદ્દે હોબાળો મચાવતા મંચ પરથી નેતાજીઓ ભાષણ પણ અટકાવી દીધું હતું. જ્યારે હોબાળો થયો તે સમયે ખુદ ધારાસભ્ય લવિંગજી ઠાકોર માઇક પર લોકોને કહેતા હતા કે શાંતિ રાખો, શાંતિ રાખો પરંતુ કોઇએ તેમની વાત માની નહીં. આખરે વધુ હોબાળો થતાં નેતાઓ સભા છોડીને ગાડી પરનું સાયરન વગાડીને નીકળી ગયા હતા.


સંતવાણી કાર્યક્રમમાં ધારાસભ્યએ કર્યો હતો પૈસાનો વરસાદ!

આ પહેલા ચૂંટણી વખતે જ્યારે આચાર સંહિતા ચાલી રહી હતી ત્યારે પણ લવિંગજીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સાંતલપુરના વારાહી ગામે સંતવાણી કાર્યક્રમમાં લવિંગજીએ નોટોનો વરસાદ કર્યો હતો.લવિંગજીએ ચૂંટણી આચારસંહિતા ભૂલી નોટોનો વરસાદ કરતા જોવા મળ્યા હતા. ત્યારે ભાજપના ધારાસભ્યોનો આવા વીડિયો અવાર-નવાર વાયરલ થતાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. 



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.