Spainના આ શહેરમાં લાગી ભીષણ આગ, નાઈટ ક્લબમાં દુર્ઘટના સર્જાતા જીવતી હોમાઈ આટલી જીંદગી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-02 08:59:37

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આગમાં જીવતા હોમાઈ જાય છે. આગ લાગવાના કિસ્સાઓ અનેક વખત આપણી સમક્ષ આવે છે. ત્યારે આગ લાગવાની  દુર્ઘટના સ્પેનમાં સર્જાઈ છે.  સ્પેનના મર્સિયા શહેરમાં આવેલા એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી છે જેમાં અનેક લોકો જીવતા ભૂંજાયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોતના થઈ ચૂક્યા છે. આ મૃત્યુ આંક વધી શકે તેવી સંભાવના પણ  છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયો છે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે.


આગ લાગવાને કારણે અંદાજીત 11 જેટલા લોકોના થયા મોત

સ્પેનના મર્સિયા શહેરમાં આવેલા એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી છે. રવિવાર રાત્રે આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે બચાવ કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આ દુર્ઘટના બાદ શહેરમાં રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે. શહેરના મેયર જોસ બેલેસ્ટાએ જણાવ્યું કે મર્સિયા નગરપાલિકા સરકારે આગમાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં ત્રણ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે. આ આગ કેવી રીતે લાગી તેની તપાસ થઈ રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે ઉપરાંત નાઈટ ક્લબમાં બર્થડે પાર્ટી ચાલી રહી હતી. આ દુર્ઘટનામાં આ ગ્રુપના અનેક લોકો મર્યા હોય તેવી માહિતી સામે આવી છે. 



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.