દિલ્હી AIIMSના એન્ડોસ્કોપી રૂમમાં ભીષણ આગ, દર્દીઓને સુરક્ષીત ખસેડાયા, ફાયરબ્રિગેડની 6 ટીમો તથા 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી


  • Published By :
  • Published Date : 2023-08-07 17:09:31

દિલ્હી  AIIMSના ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ ફાટી નીકળી છે. એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ફાયર વિભાગને માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની 6 ટીમો તથા 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  AIIMSમાં સોમવારે સવારે લગભગ 11.54 વાગ્યે આગ લાગી હતી. દુર્ઘટના બાદ તમામ દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને ઉતાવળમાં અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.


કોઈ જાનહાનિ નહીં 


AIIMSના ઈમરજન્સી વોર્ડ લાગેલી આગમાં હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ, આગની અપડેટ 11.54 વાગ્યે આપવામાં આવી હતી, ત્યારબાદ 6 ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી. ઈમરજન્સી વોર્ડ પાસેના એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. બીજા માળે આવેલી જૂની ઓપીડીમાં આ જગ્યાએથી દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે. AIIMS દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંથી એક છે, જ્યાં દેશના વિવિધ ભાગોમાંથી દરરોજ હજારો દર્દીઓ પહોંચે છે.  


અગાઉ પણ લાગી હતી આગ


આ પહેલા જૂન 2021માં એઈમ્સ હોસ્પિટલમાં આગના કારણે હોબાળો મચી ગયો હતો. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ગેટ નંબર 2 પાસે કન્વર્ઝન બ્લોકના નવમા માળે રાત્રે લગભગ 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા 26થી વધુ વાહનોએ મોડી રાત્રે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગને કારણે સ્પેશિયલ કોરોના લેબમાં રાખવામાં આવેલા સેમ્પલ બળીને રાખ થઈ ગયા હતા.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે