જ્ઞાન સહાયક ભરતી યોજનાનો ઉગ્ર વિરોધઃ ગાંધીનગરમાં ધરણા કરી રહેલા TET-TAT પાસ ઉમેદવારોની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-11-09 16:16:21

રાજ્ય સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. TET-TAT પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ધરણાં યોજ્યા હતાં. આજે ગાંધીનગર વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઉમેદવારો ગાંધીનગર વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર શિક્ષણ સચિવને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા સુત્રોચ્ચારો કર્યા હતા.પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.


પોલીસે કરી અટકાયત


TET-TAT પાસ ઉમેદવારોએ જોરદાર વિરોધ પ્રદર્શન કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા ઉમેદવારોની ટિંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો જણાવે છે કે, સરકારને વિનંતિ કે કાયમી શિક્ષકોની ભરતી કરો આ જ્ઞાન સહાયકના ગતકડાં નહી ચાલે. ધરણાં કરી રહેલા ઉમેદવારોએ મીડિયાને જણાવ્યું હતું કે, ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના હિતમાં કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. રાજય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક ભરતીના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે. તેમણે કહ્યું કે અમે ભાવિ શિક્ષકો છે. અમે આતંકવાદી નથી અમારી સાથે આવું વર્તન ના કરો. આવી રીતે અમારા શર્ટ ફાડી, ઢસડીને લઈ આવો છો. પોલીસને આગળ કરો છો. શું સરકારમાં આટલી મર્દાનગી નથી કે અમારા સવાલો સાંભળે. બિહારમાં આપણી ટેટ પરિક્ષા પુર્ણ થઈ પછી ટેટની પરિક્ષા લેવાઈ ત્યાં નિયુક્તિ પણ મળી ગઈ છે. અહીં અમને રોડ પર ઢસેડવામાં આવે છે. ભાવી શિક્ષકો સામે જ કાયદાનો કોરડો ઉગામતાં સરકાર સામે પણ સવાલો ઉભા થયાં છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે