Tamil Naduમાં ભીષણ રોડ અકસ્માત, ફૂટપાટ પર બેઠેલી મહિલાઓ પર ફરી વળી ગાડી! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-09-11 16:43:59

થોડા સમય પહેલા અમદાવાદમાં એક ભીષણ રોડ અકસ્માત થયો હતો. અકસ્માતમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા. ઓવરસ્પીડને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા તો કોઈ વખત અન્ય કારણોસર ગાડી પરથી કાબુ જતો રહે અને અંતે અકસ્માત સર્જાય છે. ત્યારે એક ભીષણ રોડ અકસ્માત તમિલનાડુના તિરૂપથુરમાં સર્જાયો છે, જ્યાં ફુટપાથ પર બેઠેલા લોકો પર વાન ચાલી ગઈ. આ ઘટનામાં 7 જેટલી મહિલાઓના મોત થઈ ગયા છે.


અકસ્માતમાં થયા 7 મહિલાઓના મોત 

અકસ્માતોની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ઘરેથી નીકળેલો વ્યક્તિ પાછો ઘરે પરત ફરશે કે નહીં તેની ગેરંટી નથી. રસ્તા પર સર્જાતા અકસ્માત અનેક વખત લોકોના જીવ લઈ લેતા હોય છે. અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મોત થઈ જતા હોય છે. કોઈની મજા કોઈ માટે સજા સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત તમિલનાડુમાં સર્જાયો છે જેમાં 7 મહિલાઓના મોત ઘટના સ્થળ પર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં કોઈ ખામી સર્જાતા ગાડીને રિપેરિંગ માટે રોડની સાઈડમાં ઉભી રાખવામાં આવી હતી.


મહિલાઓ પર વાહન ફરી વળતા સર્જાઈ દુર્ઘટના 

ગાડી ઠીક થઈ રહી હતી જેને લઈ ગાડીમાં સવાર મહિલાઓ ફૂટપાટ પર બેઠી. પરંતુ ફૂટપાટ પર બેઠેલી મહિલાઓ કાળનો કોળિયો બની ગઈ. પાછળથી આવી રહેલી ટ્રકે પાછળથી ટક્કર મારી અને ફૂટપાટ પર ફરી વળી. ફૂટપાટ પર બેઠેલી મહિલાઓ પર ટ્રક ફરી વળી હતી અને ટ્રક મહિલાઓને કચડીને લઈ ગઈ,  આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર જે લોકો સાથે આ દુર્ઘટના સર્જાઈ છે તે કર્ણાટકથી ધર્મશાળાની યાત્રા પર જઈ રહ્યા હતા. 


પોલીસે આ મામલે કેસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી 

પીડિતો બે વેનમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બેંગલુરૂ-ચેન્નઈ રાષ્ટ્રીય  રાજમાર્ગ પર નટરામપલ્લીમાં એક વાહનનું ટાયર બગડી ગયું. જેને લઈ યાત્રી રસ્તામાં ફસાઈ ગયા. પેસેન્જરને ઉતાર્યા બાદ કાર ચાલક ગાડીને રિપેર કરી રહ્યો હતો.. તે બાદ બેંગ્લુરૂથી આવી રહેલી ટ્રકે વેનને પાછળથી ટક્કર મારી જેને કારણે વેન સાત મહિલાઓને કચડીને જતી રહી. આ ઘટનાની જાણ થતાં તમિલનાડુના મુખ્યમંત્રીએ સહાય આપવાની જાહેરાત કરી છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે