ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સની હાર બાદ ચાહકોમાં આક્રોશ, રાજધાની પેરીસ સહિત અનેક શહેરોમાં હિંસા


  • Published By :
  • Published Date : 2022-12-19 13:44:55

ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સ અને અર્જેન્ટિના ટકારાયા હતા. જો કે ફ્રાન્સનો કારમો પરાજય થતા રાજધાની પેરિસ સહિત દેશના અન્ય ભાગોમાં જોરદાર હિંસા ફાટી નિકળી હતી. હજારો ફુટબોલ ચાહકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તોફાનો કરવા લાગ્યો હતા. તેમના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે પોલીસના નાકે દમ આવી ગયો હતો. પોલીસે ટોળાને કાબુમાં લેવા ટિયર ગેસના શેલ છોડ્યા હતા.  


લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો


મીડિયા રિપોર્ટસ મુજબ પેરિસ અને અન્ય શહેરોમાં મોટી સંખ્યામાં ફુટબોલ પ્રમીઓ મેચ જોવા માટે રેસ્ટોરન્ટ્સ અને બારમાં એકત્રિત થયા હતા. જો કે ફ્રાન્સની હાર બાદ લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો, અને ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે પાણીનો મારો અને આંસુ ગેસ છોડીને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. પોલીસે કેટલાક તોફાની તત્વોની અટકાયત પણ કરી હતી.


સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ


ફ્રાન્સના વિવિધ શહેરોમાં તોફાની તત્વોએ તોડફોડ મચાવી હતી. ઉપદ્રવીઓએ માર્ગો પરના સ્ટોલ અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાક લોકોએ ગોળ ફટાકડાં અને પથ્થરોથી પોલીસકર્મીઓ પણ હુમલા કર્યા હતા. રાજધાની પેરીસ ઉપરાંત લ્યોન અને નીસ શહેરમાં પણ મોટાપ્રમાણાં તોફાનો થયા હતા.  



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે