વિસાવદરમાં ભાજપે કોળી સમાજના આગેવાનોને સોંપી જવાબદારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-29 14:04:50

ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોરદાર રીતે જામ્યો છે. તેમાં પણ આવતા મહિને જૂનના ત્રીજા સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી છે. જેમાં હવે સત્તાધારી ભાજપે જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાડ્યું છે. ભાજપે પોતાના કોળી સમાજના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા અને હીરા સોલંકીને આ બેઠક જીતવા માટે જવાબદારી સોંપી છે. વિસાવદરમાં લોકતાંત્રિક પાણીપતનો જોરદાર જંગ જામવા જઈ રહ્યો છે .

ECI announces by -polls for 5 Constituencies spread across four states -

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર થઇ ચુકી છે. ૧૯મી જૂનના રોજ વિસાવદરની બેઠક પર મતદાન યોજાશે જયારે ૨૩મી જૂનના રોજ તેના પરિણામ આવશે. આ માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપે આ માટે તેના બે કોળી સમાજના આગેવાનો કુંવરજી બાવળીયા અને હીરા સોલંકીને જવાબદારી સોંપી છે . આ સાથે જ બે મંત્રીઓ જગદીશ પંચાલ અને રાઘવજી પટેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ અહીં ચૂંટણી જીતવા માટે કોઈ પણ કસર છોડવા માંગતું નથી . એવી પણ સંભાવના છે કે , ભાજપ અહીં પાટીદાર સમાજના આગેવાનને મેદાનમાં ઉતારી શકે છે. આ માટે થોડાક સમય પેહલા જ ભાજપના નિરીક્ષકો ગૌતમ ગેડીયા , મોહન કુંડારીયા અને અમી પારેખએ સેન્સ પ્રક્રિયા પુરી કરી છે. 

Aap Aadmi Party Fields Gopal Italia As Its Candidate For Visavadar Assembly  By-elections In Gujarat - Amar Ujala Hindi News Live - By-elections:गुजरात  में विसावदर विधानसभा उपचुनाव के लिए आप ने उतारा

જૂનાગઢની વિસાવદર બેઠક એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે કેમ કે , ભાજપને ૨૦૦૭ પછી સફળતા હાંસલ નથી થઇ. એક સમયે આ બેઠક પરથી ભાજપના કદાવર નેતા કેશુભાઈ પટેલ ચૂંટાતા હતા . ૨૦૧૪ની પેટાચૂંટણીમાં હર્ષદ રિબડીયાની જીત થઈ  હતી આ પછી ૨૦૧૭માં પણ તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાયા અને ૨૦૨૨માં આમ આદમી પાર્ટીમાંથી ભુપત ભાયાણી અહીંથી ચૂંટાયા છે. આ માટે સરકારે હવે ત્રણ મંત્રીઓને કામગીરી સોંપી છે જગદીશ પંચાલ , કુંવરજી બાવળીયા અને રાઘવજી પટેલ . આ ઉપરાંત ધારાસભ્ય હીરા સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. હવે સમજીએ કે વિસાવદરમાં જ્ઞાતિ સમીકરણ કઈ રીતે છે. અંદાજે ૫૦૦૦૦ જેટલા પાટીદાર સમાજના મત છે  , બીજા નંબરે કોળી સમાજના મત છે ત્યારબાદ નાની નાની જ્ઞાતિઓ આવે છે. એટલે તમે કોળી સમાજના મતનું મહત્વ સમજી શકો છો. આજે સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે જેમાં વિસાવદર માટે ઉમેદવાર નક્કી થશે . આ માટે ભાજપમાંથી કિરીટ પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે. વાત કરીએ આમ આદમી પાર્ટીની તો , તેણે ગોપાલ ઇટાલિયાને પેહલાથી જ ઉમેદવાર જાહેર કરી દીધા છે, તેઓ ૩૧મી તારીખના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવન્ત માનની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરી શકે છે. 




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .