AAP-Congress વચ્ચે ગઠબંધન ફાઈનલ! ગુજરાત-દિલ્હી સહિત આ રાજ્યોમાં ગઠબંધન અંતર્ગત લડાશે ચૂંટણી....


  • Published By :
  • Published Date : 2024-02-24 10:50:48

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે. સીટોની વહેંચીને લઈ આપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો ચાલી રહી છે અને આજે ગઠબંધનને લઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવવાની છે. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધવાના છે અને તેમાં ગઠબંધન અંગેની જાહેરાત કરવામાં આવશે. સંયુક્ત પત્રકાર પરિષદમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે.   


ગુજરાતની બે લોકસભા સીટો પર હશે આપના ઉમેદવાર!

વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. આ ગઠબંધન હેઠળ રાજ્યોમાં સીટોની ફાળવણીને લઈ ચર્ચા થઈ રહી છે. સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં દેશના વિવિધ રાજ્યો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અંગે ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતની બે સીટો પર આપના ઉમેદવાર ચૂંટણી લડશે જ્યારે 24 જેટલી સીટો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.


આ રાજ્યો માટે થઈ શકે છે ટિકિટ ફાળવણી અંગે જાહેરાત

ન માત્ર ગુજરાતની સીટોની ફાળવણી અંગે ચર્ચા ચાલી રહી છે પરંતુ દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા રાજ્યો માટે પણ સીટોની ફાળવણી અંગેની જાહેરાત થઈ શકે છે. સત્તાવાર રીતે થોડી વારમાં જાહેરાત થઈ શકે છે. સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવશે જેમાં કોંગ્રેસ નેતા દીપક બાવરિયા, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી અને મુકુલ વાસનિક સાથે આપ નેતા સૌરભ ભારદ્વાજ, આતિશી અને સાંસદ સંદીપ પાઠક સામેલ થશે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે