આખરે State Bank Of Indiaએ Election Commission Of Indiaને Electoral Bond વિશે આપવી પડી માહિતી!


  • Published By :
  • Published Date : 2024-03-13 12:30:53

ચૂંટણી બોન્ડને લઈ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ચૂંટણી બોન્ડને લઈ સંપૂર્ણ જાણકારી આપવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આદેશ આપવામાં આવ્યો હતો. અને તે મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડ વિશે બધી જ જાણકારી આપી દીધી છે. મહત્વનું છે કે ચૂંટણી ટાંણે જ સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીની ૧૫ તારીખના રોજ ચૂંટણી બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂકી દીધો હતો . 

સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈએ કરી હતી અરજી 

થોડા દિવસ પહેલા ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટમાં દલીલ ચાલી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી કારણ કે એસબીઆઈ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે મુજબ ડેટા જાહેર કરવા માટે સમય જોઈતો હતો. ૧૧ તારીખના રોજ સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવી હતી કેમ કે SBIએ એવું કીધું હતું કે , અમને ૩૦ જૂન સુધીનો ટાઈમ આપો કારણકે SBI એ ઈલેક્ટોરલ બોન્ડની આખી પ્રોસેસ reverse કરી આ બધા આંકડાઓ જાહેર કરવા પડશે . સુપ્રીમ કોર્ટે  એસબીઆઈની માંગને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તત્કાલીન રીતે ચૂંટણી બોન્ડની તમામ માહિતી ૧૨ માર્ચના રોજ ઇલેકશન કમિશનને જમા કરાવવામાં આવે.


ટૂંક સમયમાં આખી માહિતી આવી જશે વેબસાઈટ પર  

હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ તમામ માહિતી ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને જમા કરાવી દીધી હતી. હવે તારીખ ૧૫ સુધીમાં આ બધી જ માહિતી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર આવી જશે. ત્યારે આજે સમજીએ કે શા માટે આ મુદ્દે આટલી ચર્ચાઓ થઈ રહી છે.  

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જ આપવામાં આવતા હતા ચૂંટણી બોન્ડ 

આ ઈલેક્ટોરલ બોન્ડ યોજના તત્કાલીન ભારત સરકારના નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ૨૦૧૭ના બજેટમાં જાહેર કરવામાં આવી . આ માટેનું નોટિફિકેશન ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ , નાણાં મંત્રાલય દ્વારા બહાર પડાયું. ફેબ્રુઆરી ૧૫  સુધી , એટલે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ નહોતો આવ્યો ત્યાં સુધી તેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ issue કરી શકતી હતી. આ બોન્ડ ૧૦૦૦ના ગુણાંકમાં જ છાપી શકાય છે, તેની પર કોઈ પણ પ્રકારના મહત્તમ મૂલ્યની મર્યાદા નથી . આ બોન્ડ તમે દરેક નાણાકીય એટલકે financial quarterના પેહલા મહિનાના ૧૦ દિવસ માટેજ ખરીદી શકો છો. જેમ કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ , ઓક્ટોબર. 

SBI ના ગ્રાહકો FD સામે સરળતાથી લઈ શકે છે લોન, જાણો કેટલું ચૂકવવું પડશે  વ્યાજ અને શું છે Process? - Gujarati News | SBI customers can easily take  loan against FD, know

ભાગીદારીમાં અથવા તો એક વ્યક્તિ ખરીદી શકે છે બોન્ડ

પરંતુ લોકસભાની ચૂંટણીઓના વર્ષમાં આ બોન્ડ બીજા ૩૦ દિવસ માટે પણ SBI દ્વારા વહેંચી શકાય છે . આ બોન્ડ તમે કાંતો ૧ વ્યક્તિ અથવા ભાગીદારીમાં પણ ખરીદી શકતા હતા . અહીં એક વાતની ચોક્કસ નોંધ લેવી રહી કે , આ બોન્ડ એ જ રાજકીય પક્ષોને તમે આપી શકો છે જે , Representation ઓફ People એક્ટ , ૧૯૫૧ અંતર્ગત રજીસ્ટર હોય અને આ પાર્ટીઓને છેલ્લી લોકસભા અને વિધાનસભામાં ૧ ટકા કરતા વધુ મત મળેલા હોવા જોઈએ .હવે વાત કરીએ કે જ્યારે સરકાર આ યોજના લઈને આવી ત્યારે તેમણે એવો તર્ક આપ્યો હતો કે , આ યોજના રાજકીય ભંડોળમાં પારદર્શિતા લાવવા માટે છે , ઉપરાંત આનાથી કાળા નાણાંનું કદ ઘટશે , અને દાન કરનારને right to Privacy એટલેકે ગોપનીયતાનો અધિકાર આપે  છે . 

 



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.