ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગી આગ, એક વ્યક્તિનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-20 11:41:19

આગ લાગવાની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક ઘરોમાં આગ લાગવાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફરી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી છે. ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-V બ્લોકમાં આગ લાગી હતી. આ ઘટના ચોથા માળે લાગી હતી અને મળતી માહિતી અનુસાર આ આગને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું છે. 

Ahmedabad: One more person dead in fire in highrise building ahmedabada Ahmedabad Fire: ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગતાં એકનું મોત, 15 દિવસમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગનો બીજો બનાવ

ઘટનામાં એક વ્યક્તિનું થયું મોત 

આજકાલ આગ લાગવાની ઘટનાઓ અવાર-નવાર બની રહી છે. ફરી એક અમદાવાદની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગી છે.  ઈડન-V બ્લોકના ચોથા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 8 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં એક વ્યક્તિનું મોત પણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


ભારે મહેનત બાદ ફાયર વિભાગને મળી સફળતા   

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા એક કલાક સુધી પ્રયાસો કરાયા હતા. પાણીનો મારો સતત કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે કોલ મળતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. 


શાહીબાગમાં પણ બની હતી આગ લાગવાની ઘટના 

થોડા દિવસો પહેલા શાહીબાગમાં આવેલા ફ્લેટના સાતમાં માળે આગ લાગી હતી. આ આગમાં એક કિશોરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે થોડા દિવસોમાં બીજી વખત હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે ઉપરાંત નુકસાન વેઠવાનો વારો પણ આવે છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે