પ્રદુષણ નિયંત્રણ માટે કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 11:48:25

દિલ્હીની કેજરીવાલ સરકારે એક મહત્વનો નિર્ણય લેતા રાજધાનીમાં ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ અંગે માહિતી આપતું એક કર્યું છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણના સ્તરથી ચિંતિત સરકારે લોકોને બચાવવા માટે ગત વર્ષની જેમ આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. 


દિલ્હીમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ / ડિલિવરી પર પણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી, 2023 સુધી અમલમાં રહેશે. પ્રતિબંધનો કડક અમલ કરવા માટે દિલ્હી પોલીસ, DPCC અને મહેસૂલ વિભાગ સાથે મળીને એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.


દિલ્હી સરકારે મંગળવારે વિન્ટર એક્શન પ્લાન પર બેઠક કરી હતી. આ અંગે ગોપાલ રાયે કહ્યું હતું કે વિન્ટર એક્શન પ્લાનને લઈને તમામ સંબંધિત વિભાગો સાથે બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા તૈયાર કરાયેલા 15 ફોકસ પોઈન્ટ પર વિગતવાર યોજનાઓ તૈયાર કરવાનું કામ લગભગ 30 વિભાગોને આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ વિભાગોના અહેવાલો લઈને પર્યાવરણ વિભાગને વિન્ટર એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે