અમદાવાદના સિંધુભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડ્યા, પોલીસને આપી ચેલેન્જ


  • Published By :
  • Published Date : 2022-10-26 08:58:02

દિવાળીનો તહેવાર ઘરે પરિવાર સાથે આનંદથી મનાવવામાં આવતો હોય છે. પરિવારના તમામ લોકો એક સાથે હળી-મળીને દિવડા સળગાવી અને ફટાકડા ફોડી આનંદથી તહેવાર મનાવતા હોય છે. પરંતુ દિવાળીમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પર નવી જ રીતે દિવાળી ઉજવવાનો ચીલો અમુક નબીરાઓએ ચીતર્યો છે તેવું લાગી રહ્યું છે. 


નબીરાઓએ જાહેરમાં ફોરવ્હીલ પર ફટાકડા ફોડ્યા


અમદાવાદમાં સિંધુ ભવન રોડ આવેલો છે. તાજ હોટલ નજીક રાત્રિના સમયમાં અમુક નબીરાનો જાહેરમાં ગાડી પર ફટાકડા ફોડતો અને રસ્તા પરથી પસાર થતા લોકોને હેરાન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોની અંદર આવારા લુખ્ખા તત્વો જાહેરમાં ફટાકડા ફોડી રહ્યા છે અને રસ્તો બ્લોક કરી રહ્યા છે તેવું નજરે પડે છે. જે રીતે વીડિયોમાં નબીરાઓ ફટાકડા ફોડતા દેખાઈ રહ્યા છે તેમાં એવું લાગી રહ્યું છે કે આ લોકોને પોલીસનો ડર નહીં હોય. અને જો ડર હશે તો પણ બાપ પાસે પૈસા હશે ને બાપ પૈસા આપી છોડાવી લેશે તેવો એટિટ્યૂડ આ લોકોના મોઢા પર દેખાઈ રહ્યો છે.


GJ 8 BS 9 નામની બ્લેક સ્કોર્પીયોનો આતંક

અમદાવાદનો સિંધુભવન રોડ આમ પણ અમીર બાપની ઔલાદો માટે જાણિતો છે. અવારનવાર રૂપિયાવાળા બાપના પુત્રો ડ્રગ્સ સાથે ઝડપાયા છે. આ વિસ્તાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. પરંતુ જે વીડિયો વાયરલ થયો છે તે તાજ હોટલ નજીકનો છે. આ વીડિયોમાં GJ-8-BS-9 નંબરની બ્લેક સ્કોર્પીયોમાં નબીરાઓ જાહેરમાં ફટાકડા ફોડી હિરોગીરી દેખાડી રહ્યા છે. જાહેરમાં આ લોકો એવી રીતે ફટાકડા ફોડી રહ્યા છે જેનાથી પસાર થતા લોકોને પણ તકલીફો પડી રહી હતી અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. અમદાવાદના સિંધુ ભવન રોડ પરનો બનાવ છે. લુખ્ખા તત્વો આ વીડિયોમાં ફટાકડા ફોડી રહ્યા છે. પોલીસને ખુલ્લી ચેલેન્જ, વસ્ત્રાપુર પોલીસ વિસ્તારની હદમાં, આ જવિસ્તારમાં ડ્રગ્સની ઘટનાઓ ઘટે છે. જાહેર રોડ પર આતિશબાજી કરી રહ્યા છે. ન કોઈની બીક છે ના શરમ છે. કેવી રીતે મરજી મુજબ કાયદા સાથે રમી રહ્યા છે. GJ 8 BS 9 નામની બ્લેક સ્કોર્પીયો ગાડી છે. આ દિવાળી રમવાની રીત નથી આ હિરોગીરી દેખાડવાની રીત છે. વધી વધીને શું કરી લેશે પોલીસ પકડશે જેલમાં નાખશે બાપા પાસે પૈસા બહું છે છોડાવી લેશે. 


પોલીસ કહે છે અમારી તપાસ ચાલુ છે


અમદાવાદના સિંધુ ભવન રોડ પર સરખેજ અને વસ્ત્રાલ પોલીસ સ્ટેશન બંનેની હદ લાગે છે. આ તાજ હોટલવાળો વિસ્તાર છે માટે આમાં સરખેજ પોલીસ સ્ટેશનની હદ લાગે છે. ત્યારે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરે વીડિયો મામલે પ્રતિક્રિયા આપી હતી કે, સમગ્ર બાબતની નોંધ લેવામાં આવી છે. સરખેજ પોલીસ સ્ટેશનની ગાડી સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ કરતી હોય છે પરંતુ આ ઘટના કેવી રીતે ઘટી તેના વિશે તપાસ કરવામાં આવશે અને આ ઘટના મામલે તમામ નબીરાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"