મોંઘવારી ત્રસ્ત લોકોએ ફટાકડાની ખદીદી ઘટાડી, ભાવમાં પણ 40 ટકાનો વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 22:18:40

તહેવારોની સીઝનમાં લોકો જીવન જરૂરીયાતની ચીજોના વધેલા ભાવ ત્રસ્ત છે. અનાજ, કઠોળ, ગેસ સિલિન્ડર, સીંગતેલ, શાકભાજી સહિતની ચીજોની કિંમત આસમાને પહોંચી છે. દિવાળીના તહેવારમાં લોકો ફટાકડાની ખરીદી કરતા હોય છે પણ ફટાકડાના ભાવ પણ 40 ટકા જેટલા વધ્યા છે. ફટાકડાના ભાવમાં દર વર્ષે સામાન્ય રીતે  પાંચ થી 10 ટકાનો ભાવ વધારો થતો હોય છે. જો કે આ વર્ષે ફટાકડાના ભાવમાં લગભગ 40 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. 


રાજ્યના વિવિધ શહેરોમાં ફટાકડાના વેચાણ પર અસર


ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં ફટાકડાની ખરીદી ઓછી જોવા મળી છે. વેપારીના કહેવા પ્રમાણે લોકો ફટાકડા ખરીદવા આવે છે પણ ભાવ સાંભળીને ખરીદી ટાળે છે. કેટલાક લોકો ફટકડાની ઓછી ખરીદી કરી રહ્યા છે.  લોકો ટેટા, સુતર બોમ્બ, આતિશબાજી, શંભુ સહિતના ફટાકડાઓ ખરીદી રહ્યા છે. તો નાના બાળકો તારા મંડળ, કોઠી, ચકેડી, પેન્સિલ, ફેન્સી આઈટમ, ગોલ્ડન લાયન કોઠીની ખરીદી પર પસંદગી ઉતારી રહ્યાં છે. જો કે એ પણ સાચું છે  કે લોકો જરૂર કરતા અડધા જ ફટાકડા ખરીદે છે. આ વર્ષે ફટાકડા ફોડવામાં જાગૃતિ આવી છે. લોકો ઓછું પ્રદૂષણ કરનારા ગ્રીન ફટાકડાની વધુ ખરીદી કરી રહ્યા છે. 


શા માટે ફટાકડાના ભાવ વધ્યા?


ફટાકડાના ભાવમાં આટલો જબદસ્ત વધારો થવાનું કારણ રો મટેરિયલના કિંમતમાં વધારો, તમિલનાડુના શિવાકાશીમાં વરસાદના કારણે ફટાકડાનું ઓછું ઉત્પાદન થતાં ફટાકડાની અછત સર્જાતા ભાવમાં આટલો તોતિંગ વધારો થયો છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"