Ahmedabadમાં બની ફાયરિંગની ઘટના, જ્વેલર્સની દુકાનમાં બનાવ્યો હતો ચોરીનો પ્લાન, પરંતુ સ્થાનિક લોકોએ પકડી લીધો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-16 13:07:43

ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં હિંસક પ્રવૃત્તિઓ ઓછી જોવા મળતી. પરંતુ હવે સમય બદલાયો છે. ગુજરાતમાં પણ ફાયરિંગ જેવી ઘટનાઓ ખુલ્લેઆમ બની રહી છે. ગુજરાતના અનેક શહેરોથી આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને લાગે છે શાંત રહેતું ગુજરાત હવે અશાંતિ તરફ આગળ વધી રહ્યું છે. હિંસાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ખુલ્લેઆમ ફાયરિંગ થાય છે, ખુલ્લેઆમ લોકોના મર્ડર થઈ રહ્યા છે. પોલીસનો ડર જાણે લોકોને છે જ નહીં તેવું લાગી રહ્યું છે. 

બંદુકની નોક પર કરવી હતી ચોરી 

અમદાવાદ ધીરે ધીરે ક્રાઇમના એક એક લેવલ પાર કરતું જઈ રહ્યું છે. પહેલા ચોર રાત્રે આવીને ચોરી કરતા હતા, હવે ચોર ખુલ્લે આમ બંદૂક બતાવીને ચોરી કરી રહ્યા છે. જી હા આવી ઘટના અમદાવાદના મણિનગરમાં બની છે. મણિનગરમાં યુવક લોડેડ બંદૂક લઈને લૂંટ કરવા આવ્યો હતો. જાહેરમાં બંદૂક લોકોને બતાવી રહ્યો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ યુવકને ઝડપી પાડી પોલીસ હવાલે કરી દીધો છે.


સ્થાનિકોએ બતાવી હિંમત અને ચોરને પકડી પોલીસને હવાલે કર્યો 

ચોરીની કોશિશ કરનાર યુવકની મણિનગર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં કાયદાનો ડર ના હોય તેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે. મણિનગરના એલજી હોસ્પિટલ એક યુવક હાથમાં બંદૂક લઈને જવેલર્સના શો રૂમને લૂંટવાનો પ્રયત્ન કરવા ગયો હતો. જાહેરમાં બંદૂક નીકળતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. આ યુવક લૂંટ કરે તે પહેલા જ તેને પકડીને મણિનગર પોલીસને સોંપ્યો હતો. 

 ગઈકાલે સાંજે તે જયપુરથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. દિવસ ભર ફર્યા બાદ મોડી સાંજે તેણે આ બનાવને અંજામ આપ્યો હતો. (સીસીટીવી ફૂટેજમાંથી લીધેલી તસવીર)

ચોરી કરે તે પહેલા જ પોલીસને હવાલે કરાયો ચોર 

ઘટનાનો જે વીડિયોમાં સામે આવ્યો છે તેમાં દેખાય છે કે આ યુવક જાહેર રોડ ઉપર હાથમાં બંદૂક છે. જ્યારે તે બંદૂક કાઢે છે ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ જાય છે અને યુવકને પકડી લે છે અને પોલીસના હવાલે કરી દે છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં યુવકનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે અને તે લૂંટના ઈરાદે બંદૂક સાથે આવ્યો હતો. મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ દીપક ઉનડકટે જણાવ્યું હતું કે, આ યુવક બે દિવસથી હોટલમાં રોકાયો હતો. લૂંટ કરવા લોડેડ બંદૂક લઇને આવ્યો હતો. ચોર ચોરી કરે તે પહેલા જ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો.  આ યુવક પાસે રહેલી બંદૂકને કબજે કરી લેવામાં આવી છે.


સ્થાનિકો દ્વારા બતાવવામાં આવેલી હિંમત પ્રશંસનીય 

કેવું જોરદાર કહેવાય ને કે હવે તો ગુંડા અને લુટારાઓને કોઈનો ડર જ નથી રહ્યો. કાયદા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સતત વધતી ચોરીની ઘટનાને જોતા એવું લાગે કે ચોરી કરવીતો જાણે તેમના માટે રેગ્યુલર થઈ ગયું છે. આ તમામ ઘટનામાં સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી કામગીરી બિરદાવવા જેવી છે. જાગૃત નાગરિક બની, હિંમત બતાવી ચોરીના ઈરાદે આવેલા ચોરને પકડી પાડ્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે