પહેલા સંકલન સમિતીએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી, હવે Parshottam Rupalaને પદ્મિનીબાએ આપી માફી! સાંભળો શું કહ્યું પદ્મિની બાએ?


  • Published By :
  • Published Date : 2024-05-18 15:09:28

લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે કોઈ મુદ્દો ચર્ચામાં રહ્યો હોય તો તે મુદ્દો હતો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલું આંદોલન... આ મુ્દા પર અનેક વખત રાજનીતિ પણ ગરમાઈ. અનેક લોકસભા બેઠકો પર વિરોધ પણ થયો. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માગ હતી.. ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનમાં પણ એવું જ થયું જે બીજા અનેક આંદોલનમાં આપણે જોયું છે..  સમાજના આગેવાનો વચ્ચે બે ફાંટા પડી ગયા એવું કહીએ તો એ અતિશયોક્તિ નથી..

પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે હતી ક્ષત્રિય સમાજની માગ 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું.. જે બાદ ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.. આંદોલન શરૂ થયો એ માગ સાથે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... ઠેર ઠેર સંમેલનો થયા આ માગ સાથે.. વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું, ચૂંટણી માટે મતદાન પણ પૂર્ણ થઈ ગયું.. આ બધા વચ્ચે 16 મેના રોજ  ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.


શું કહ્યું પદ્મિનીબા વાળાએ? 

આ મુદ્દે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ યોજી અને ચોખ્ખું કહી દીધું કે અમે તો રૂપાલાને માફ કરીએ છીએ.. તેમણે કહ્યું કે "બહેન- દીકરીઓની અસ્મિતાને લઈને આ લડાઈ હતી. ચૂંટણી પછી પણ રૂપાલાએ કહ્યું હતું કે નારી શક્તિને સમજું છું અને માફી માંગું છું. અમે તો રૂપાલાને માફ કરી દઈએ છીએ. એક નિર્ણય હોવો જરૂરી છે. પરંતુ સંકલન સમિતિએ રૂપાલાને માફ નથી કરતા તો રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને માફ શું કામ કર્યા? મારૂં સ્ટેન્ડ એ જ છે. અતિની ગતિ ન હતી."


સમાજના આગેવાનોમાં પડતા ફાંટા પણ આપણે જોયા છે..

ક્ષત્રિય સમાજના આંદોલન પહેલા આપણે ત્યાં અનેક આંદોલનો થયા છે, તેનો અંત શું આવે છે તે પણ આપણે જોયું છે.. સમાજના આગેવાનોમાં પડતાં ફાંટા જોયા છે. એકબીજા સામે લડતા આગેવાનો પણ જોયા છે અને આ આંદોલન પણ એનુજ એક ઉદાહરણ આ આંદોલન પણ રહ્યું તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો! 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .