અત્યારના સમયમાં તમે અને હું જે રીતે જીવી રહ્યા છીએ જેવી આપણી લાઈફ સ્ટાઈલ છે આપણે જો રિપોર્ટ કરાવીએ તો અનેક બીમારી સાથે આપણે જીવીએ છીએ એ આપણે ખ્યાલ આવે!, એમાં પણ અમુક ફિલ્ડમાં કામ કરતાં લોકો જે દિવસ રાત કામ કરતાં હોય જમવાનો સમય ન હોય અને એવી હેક્ટિક લાઈફમાં અલગ અલગ બીમારીના ભોગ એ બનતા હોય છે અને એવીજ એક ફિલ્ડ એટલે મીડિયા.. મીડિયામાં કામ કરતાં લોકો દિવસ રાત કામ કરતાં હોય છે અને આ બધાની વચ્ચે પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે..
ત્યારે ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇનના ભાગરૂપે સરકારના માહિતી ખાતા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના સહયોગથી દર વર્ષે મીડિયામાં કામ કરતાં કર્મચારીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે હાલ ચાલી રહેલા વિકાસ સપ્તાહ દરમિયાન જ પત્રકારોના આરોગ્ય અંગે ચકાસણી કરાશે તેમ માહિતી નિયામક કે.એલ. બચાણી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન અજયભાઇ પટેલે ગઈ કાલે જાહેરાત કરી છે
રેડક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન અજયભાઇએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 2200 પત્રકારોના આરોગ્યની ચકાસણી કરાઈ હતી, એમાંથી 264 એવા પત્રકારો હતા જેમને આરોગ્ય વિષયક બાબતોની તકલીફ અંગે પહેલી વખત જાણકારી મળી હતી એમાંથી 44 પત્રકારોને વધુ ગંભીર બીમારી જણાતા આગળની સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં રિફર કરાયા હતા. તેમણે રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ કલેક્શન અને ડોનેશન ઉપરાંત બ્લડ રિપોર્ટ, ફિઝિયોથેરાપી, ડેન્ટલ તેમજ જરૂરી એક્સરે, મહિલાઓને લગતા ચેકઅપને પણ વ્યાપક રીતે હાથ ધરવામાં આવે છે એ પણ અન્ય જાણીતી લેબ્સની સરખામણીએ અત્યંત ઓછી કિંમતે રિપોર્ટ કરવામાં આવે છે. જેનાથી ઘટના બધા લોકોને ફાયદો થાય છે
માહિતી નિયામકએ આ બાબતે કહ્યું કે મુખ્યમંત્રીએ ગયા વર્ષે આ જ કાર્યક્રમ દરમિયાન સૂચન કર્યું હતું કે પત્રકારોની આરોગ્ય તપાસનો કાર્યક્રમ દર વર્ષે થવો જોઈએ. તેના પગલે આ વર્ષે પણ રાજ્યવ્યાપી કેમ્પ કરાઈ રહ્યો છે.