પાકિસ્તાન બોર્ડર નજીકના કચ્છમાં જ્વલનશીલ પ્રવાહી મળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 16:38:52


કચ્છ ભારતની સરહદ વિસ્તારનો જિલ્લો છે જ્યાંથી ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય વસ્તુઓ દેશમાં ઘુસતી હોય છે. પાકિસ્તાન પણ આતંકવાદી પ્રવૃત્તિઓ કરતી હોય છે જેથી કચ્છની સરહદનો વિસ્તાર સંવેદનશીલ હોય છે.  ગાંધીધામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કચ્છના ગાંધીધામમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી પકડી પાડ્યું છે. 


બાતમીના આધારે કંપની પર પાડી રેડ 

પોલીસે ગાંધીધામ તાલુકાના GIDCની નર્મદરાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના માલિક રાજેશ કન્સલને ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે અહીં કોઈ ગરબડ ચાલી રહી છે. તેના આધારે પોલીસે કાફલા સાથે રેડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી.


કોઈ પણ સેફ્ટી વગર થઈ રહી હતી કામગીરી 

નર્મદારાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં જ્વલનશીલ પ્રવાહીનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રીતે તેનો સંગ્રહ અને વેપાર કરવામાં આવી રહ્યો હતો. કંપની પાસે કોઈ એનઓસી અને લાયસન્સ પણ નહોતા. કંપનીમાં કર્મચારીઓ કોઈ પણ સેફ્ટી વગર કામગીરી કરી રહ્યા હતા.  


પોલીસે શું કાર્યવાહી કરી?

ગાંધીધામ પોલીસે 92 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જેમાં નાઈજીરિયા સોયા લેશેથીન, મસ્ટર્ડ ઓઈલ, સોયા સોપ સ્ટોક અને એક વાહન સહિત 92 લાખ 2 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે