સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અમિત શાહે તરતું મૂક્યું, લંચ અને ડિનર પાછળ કેટલો ખર્ચ થશે? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-02 14:15:29

અમદાવાદીઓ સાબરમતી નદીની સહેલગાહની સાથે-સાથે  લંચ અને ડિનરની મજા પણ માણી શકશે. દેશના ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજ પાસેથી રિવર ક્રૂઝની શરૂઆત આજે કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ રિવર ક્રૂઝ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે અક્ષર ટ્રાવેલ્સ દ્વારા  શરૂ કરાયેલી આ ફ્લોટિંગ ક્રૂઝ રેસ્ટોરન્ટ 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.


લંચ અને ડિનર માટે કેટલો ખર્ચ થશે?


સાબરમતી નદીમાં શરૂ કરવામાં આવેલી અક્ષર રિવર ક્રૂઝ આગામી 10 જુલાઈથી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. રિવર ક્રૂઝમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ ડિનરના 2500 રૂપિયા અને લંચના 2000 ભાવ નક્કી કરાયા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજથી દધિચીબ્રિજ સુધી જશે. લગભગ 1.5 કલાક સુધી ક્રુઝની મજા માણી શકાશે. તેમજ સામાજિક પ્રસંગોની પણ ઉજવણી માટે તેને બુક કરી શકાશે. 


 રેસ્ટોરન્ટ ક્રૂઝમાં મળશે આ સુવિધાઓ


અક્ષર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. રેસ્ટોરન્ટ ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી એસી છે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટમાં જે રીતે ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ સહિત વગેરે સુવિધાઓ હશે. રેસ્ટોરન્ટ ક્રૂઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવ્યાં છે. ઉપરના ભાગે પણ લોકો ફૂડની મજા માણી શકે તેવું બનાવવામાં આવ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે