અનાજ, કઠોળ, ખાદ્યતેલ, ટામેટા અને હવે ડુંગળીના ભાવમાં ભડકો, તહેવારોની સીઝનમાં ડુંગળી લોકોને રડાવશે


  • Published By :
  • Published Date : 2023-06-30 15:57:09

દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, અનાજ, કઠોળ, ખાદ્યતેલ,ટામેટા અને હવે ડુંગળીના ભાવમાં ભડકો થયો છે. ચોમાસાના કારણે ડુંગળીના પુરવઠા પર અસર પડી છે. દેશમાં ડુંગળીની અછતના કારણે આગામી તહેવારોની સીઝનમાં ડુંગળીના ભાવમાં હજુ વધારો થઈ શકે છે. દેશના મોટાભાગના શહેરોમાં ડુંગળીની કિંમત વધી શકે છે. કેટલાક વેપારીઓનું કહેવું છે કે ચોમાસાના કારણે ડુંગળીના પુરવઠા પર અસર પડી છે, જેના કારણે આ વર્ષે ડિસેમ્બર સુધી ડુંગળીના પુરવઠામાં ઘટાડો થઈ શકે છે.


મહારાષ્ટ્રમાં પણ ડુંગળીના ભાવમાં થયો વધારો


દેશમાં ડુંગળીનું જ્યા મહત્તમ ઉત્પાદન થાય છે તે મહારાષ્ટ્રના પાંચ પ્રદેશોમાં ડુંગળીના છૂટક ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જો કે આ ભાવ ગયા વર્ષ કરતા ઓછા છે. સરકારી ડેટા અનુસાર, ભારતમાં વર્ષ 2020માં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 35.88 રૂપિયા હતી, 2021માં સરેરાશ છૂટક કિંમત 32.52 રૂપિયા હતી અને 2022માં તે 28.00 રૂપિયા પ્રતિ કિલો હતી. તે જ સમયે, વર્ષ 2023 માં ડુંગળીના ભાવ સ્થિર રહ્યા છે. જો કે આગામી મહિનાઓમાં તેની કિંમત વધી શકે છે.


કેન્દ્ર પાસે 3 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક 


કેન્દ્ર સરકારે લગભગ બે મહિના પહેલા ખેડૂતો પાસેથી લગભગ 0.14 મિલિયન ટન ડુંગળીનો સ્ટોક ખરીદ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એપ્રિલમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર 2023-24ની સિઝન માટે 3 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખશે. અને છેલ્લી સિઝન 2022-23 માટે 2.51 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખવામાં આવી હતી. બીજી તરફ, ભારત સરકારે આ મહિનાની શરૂઆતમાં રિપોર્ટ આપ્યો હતો કે 2021-22માં ડુંગળીનું ઉત્પાદન 31.69 મિલિયન ટનથી ઘટીને 31.01 મિલિયન ટન રહેવાનો અંદાજ છે.


ટામેટાના ભાવ 100ને પાર


દેશભરમાં પહેલા ઉંચી ગરમી અને પછી અવિરત વરસાદને કારણે ટામેટાના ભાવને અસર થઈ છે. વરસાદ અને અતિશય ગરમીને કારણે પાક નિષ્ફળ જવાને કારણે ભારતમાં પુરવઠાની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં ટામેટાંના ભાવ 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોથી 80 થી 100 રૂપિયા સુધી વધી ગયા છે. એટલે કે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. હવામાનના કારણે જથ્થાબંધ અને છૂટક બજારમાં ટામેટાં ઉપરાંત અન્ય શાકભાજીના ભાવમાં વધારો થયો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે