Rajkot Loksabha Seat માટે Congress આ પાટીદાર ચહેરાને ઉતારી શકે છે Parshottam Rupala સામે? શું સંભવિત ઉમેદવાર Paresh Dhanani તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-03-21 14:05:43

લોકસભાની ચુંટણી તો જાહેર થઈ ગઈ છે પણ ગુજરાતમાં અનેક બેઠકો હજી પણ એવી છે જ્યાં ચિત્ર સ્પષ્ટ નથી થયું. કારણ કે ભાજપ અને કોંગ્રેસનું અમુક બેઠકો પર કોકડું ગુંચવાયેલુ છે. ભાજપે ચાર બેઠકો માટે ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. એમાં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તે અંગેની ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે અમરેલીથી કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

Elections over, but Patidars still a defining factor in Gujarat politics |  Mint

ગુજરાતની 7થી 8 બેઠકો માટે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર 

ભારતીય જનતા પાર્ટી દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તો કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાત 7 ઉમેદવારોના નામની ઘોષણા કરી છે તેમાં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવારે તો ઉમેદવારી જ પરત ખેંચી છે. આ કફોડી સ્થિતી વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ ત્રીજી યાદી જાહેર કરી શકે છે જેમાં ગુજરાત કોંગ્રસેના વધુ સાત ઉમેદવારના નામોનું એલાન થઈ શકે છે તેવી શક્યતા છે. સંભવિત ઉમેદવારોને હાઈકમાન્ડે ફોન કરીને જાણ પણ કરી દીધી છે. જેમાં એક રાજકોટ બેઠક પણ છે જ્યાં જંગ જામશે કારણ કે ભાજપે રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાને ટિકીટ આપી છે. 

Parshottam Rupala Official Website | Union Cabinet Minister of Fisheries,  Animal Husbandry and Dairying - Govt. of India

પરેશભાઈ બની શકે છે અમરેલીથી ઉમેદવાર 

ભાજપના ઉમેદવારને જોતા કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પાટીદાર યુવા ચહેરો અને પુર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપવાનું મન બનાવ્યુ છે. જમાવટની ટીમે જ્યારે પરેશભાઈને ફોન કરીને એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે ફોન ઉપાડયો નથી. એટલે આ સસ્પેન્સ હજી સુધી બરકરાર રહ્યું છે કે શું સાચે તેમના નામ પર મહોર લાગી છે? પરેશભાઈ માટે એવું માનવામાં આવતું હતું કે તેમને અમરેલી બેઠક પરથી ટિકીટ આપવામાં આવી શકે છે.  


22 વર્ષ બાદ આમને સામને આવી શકે છે બે પાટીદાર નેતાઓ! 

આ જંગ કેમ રસપ્રદ રેહવાની છે એની વાત કરીએ તો 22 વર્ષ બાદ રાજકોટમાં પરુષોત્તમ રુપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે. આની પહેલા જ્યારે બંને વચ્ચે જંગ જામ્યો હતો તે ચૂંટણી વિધાનસભાની હતી ત્યારે હવે આ વખતે લોકસભાની ચૂંટણી છે. વર્ષ 2002માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રુપાલાને ૧૬ હજાર મતોથી હરાવ્યા હતાં. એટલે ફરી આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની છે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ જોતાં કોંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. અને અહિયાં હવે પાટીદારો કોને પસંદ કરે છે એ જોવાનું છે 


રાજકોટ બેઠક માટે કોના કોના નામોની થઈ રહી છે ચર્ચા? 

કોંગ્રેસની વાત કરી તો  પુરુષોત્તમ રૂપાલાની સામે 2-3 નામની ચર્ચાઓ થતી હતી  પરેશ ધાનાણી, હિતેષ વોરા અને વિક્રમ સોરાણીના નામ હતા જોકે બે દિવસ પહેલા ચિત્ર અલગ હતું બે દિવસ પહેલા રાજકોટ બેઠક પરથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયાએ ટિકિટની માંગણી કરી હતી એટલે એમનું નામ પણ આ રેસમાં હતું હવે કોંગ્રેસ યાદી જાહેર કરે ત્યારે ચિત્ર સ્પષ્ટ થાય. તમને શું લાગે છે કોને મળશે ટિકીટ? એવી પણ માહિતી સામે આવી રહી છે કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને હાઈકમાન્ડ તેમને મનાવાની કોશિશ કરી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે